Sovereign Gold Bond : સસ્તું સોનુ ખરીદવું છે? જાણો ક્યાંથી, ક્યારે અને કંઈ કિંમતે મળશે

મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે.

સમાચાર સાંભળો
Sovereign Gold Bond : સસ્તું સોનુ ખરીદવું છે? જાણો ક્યાંથી, ક્યારે અને કંઈ કિંમતે મળશે
Sovereign Gold Bond
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:13 AM

સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 (Sovereign Gold Bond Scheme)ના નવા તબક્કા માટે 4,790 રૂપિયા પ્રતિ ગ્રામની ઇશ્યૂ પ્રાઇસ નક્કી કરી છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22- શ્રેણી 5 અથવા પાંચમો હપ્તો 9 ઓગસ્ટના રોજ ખુલશે અને 13 ઓગસ્ટના રોજ બંધ થશે. તેની ફાળવણીની તારીખ 17 ઓગસ્ટ, 2021 હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સબ્સ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ રહશે.

સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) સાથે પરામર્શ કરીને ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ રીતે ચૂકવણી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું પણ નક્કી કર્યું છે. આવા રોકાણકારો માટે ઇશ્યૂ કિંમત 4,740 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. ચોથી શ્રેણી માટે ઇશ્યૂ પ્રાઇસ 4,807 પ્રતિ ગ્રામ હતી. તે 12 જુલાઈએ ખુલ્યું અને 16 જુલાઈએ બંધ થયું હતું.

સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે
મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

સસ્તા સોનાની કિંમત શું છે ?
SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 47900 રહેશે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

સસ્તું સોનુ ખરીદવાની કોઈ મર્યાદા હોય છે?
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

શું લોક ઈન પિરિયડ હોય છે?
બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

 

આ પણ વાંચો :  Income Tax વિભાગે Faceless Assessment હેઠળ ફરિયાદ નોંધાવવા માટે 3 ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા , જાણો કેવી રીતે કરવી ફરિયાદ

આ પણ વાંચો :  Forex Reserves: વિદેશી મુદ્રા ભંડાર 9.42 અબજ ડોલર વધીને 620.57 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો દેશના ખજાનામાં કેટલું છે સોનું?