Sovereign Gold Bond Scheme: જાણો ડીઝીટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી થતા 6 ફાયદાઓ વિશે

કેદ્ન્ર  સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે.

Sovereign Gold Bond Scheme:  જાણો ડીઝીટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી થતા 6 ફાયદાઓ વિશે
SBI states 6 benefits of Digital Gold Scheme
| Edited By: | Updated on: Jul 15, 2021 | 6:59 PM

Digital Gold Scheme : સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે આજથી ઉત્તમ તક ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) અંતર્ગત સસ્તુ અને શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મુક્યું છે. શુદ્ધ સોનું સસ્તુ ખરીદવા માંગતા હોય તો આ અહેવાલ આપને મદદરૂપ થશે. 12 જુલાઇથી 5 દિવસ માટે સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ખુલ્લી મુકી છે. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક આપે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી
કેદ્ન્ર  સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે.

સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4807 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 48070 રહેશે.

SBI એ જણાવ્યા ડીઝીટલ ગોલ્ડ સ્કીમના 6 ફાયદાઓ
દેશની પ્રતિષ્ઠિત સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ડીઝીટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી થતા 6 ફાયદાઓ જણાવ્યાં છે, જે આ મુજબ છે –

લિક્વિડિટી : ગોલ્ડ બોન્ડ ઇશ્યુ થયાના 15 દિવસમાં સ્ટોક એક્સચેંજ પર ગોલ્ડ લિક્વિડિટીને આધિન બને છે.

ગેરંટીડ રીટર્ન : ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.

ટેક્સમાંથી બાદ મળે છે : ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.

લોનની સુવિધા: ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.

GST અને મેકિંગ ચાર્જીસમાંથી મુક્તિ : ડીઝીટલ ગોલ્ડ બોન્ડમાં ફીઝીકલ ગોલ્ડમાં લાગતા GST અને મેકિંગ ચાર્જીસ લાગુ પડતા નથી.

સોનું સાચવવાની ઝંઝટ નહી : ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.

Published On - 6:59 pm, Thu, 15 July 21