SIP Investment Tips: મહીને માત્ર 5 હજાર રુપિયાનું કરો રોકાણ, 15 વર્ષમાં મળશે 25 લાખ રુપિયા, જાણો કેવી રીતે

|

Aug 04, 2023 | 2:28 PM

આજ ના સમયમાં રોકાણ માટેના ઘણા વિકલ્પ મળી રહે છે. જો કે ઓછા સમયમાં વધારે નફો મેળવવા ઇચ્છો તો તેના માટે મ્યુચ્યુઅલ ફંડને યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે.

SIP Investment Tips: મહીને માત્ર 5 હજાર રુપિયાનું કરો રોકાણ, 15 વર્ષમાં મળશે 25 લાખ રુપિયા, જાણો કેવી રીતે

Follow us on

SIP Investment Tips:  નાણાંનું રોકાણ કરવુ એ કોઇ મોટી વાત નથી. જો કે તેના માટે રોકાણની (Investment ) યોગ્ય સ્ટ્રેટેજી બનાવવી પડે. એટલે કે સમજવુ પડે કે કયાં અને કેટલા સમય માટે રોકાણ કરવાથી તમારા નાણાં ખૂબ જ ઝડપથી વધી શકે છે. રોકાણ વિશે એક વાત કહેવામાં આવે છે કે તમે જેટલા જલ્દી અને જેટલા લાંબા સમય માટે રોકાણ કરશો, તમારા નાણાં ભવિષ્યમાં એટલા જ ગ્રોથ કરશે.

આ પણ વાંચો-Mutual Funds : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છો છો ? HDFC AMCનું આ ફંડ આપી શકે છે તમને વધુ વળતર

આજ ના સમયમાં રોકાણ માટેના ઘણા વિકલ્પ મળી રહે છે. જો કે ઓછા સમયમાં વધારે નફો મેળવવા ઇચ્છો તો તેના માટે મ્યુચ્યુઅલ ફંડને યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. માર્કેટ સાથે તે જોડાયેલુ હોવા છતા તેમાં એટલો નફો જોવા મળે છે કે જે બીજી કોઇ રોકાણની સ્કીમમાં જોવા મળતો નથી. સાથે જ તમે થોડા જ વર્ષોમાં સારા એવા નાણાં જોડી શકો છો.

આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો
કરોડોની માલકીન કથાકાર જયા કિશોરી તેના પૈસા ક્યાં ખર્ચે છે? જાણી લો

SIP દ્વારા રોકાણ અપાવશે સારુ રિટર્ન

મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual fund) SIP દ્વારા તમે સરળતાથી રોકાણની શરુઆત કરી શકો છો. માર્કેટ સાથે જોડાયેલુ હોવાના કારણે તેમા કેટલુ રિટર્ન મળશે તે જણાવી ન શકાય, પરંતુ મોટાભાગના નિષ્ણાતોનું માનવુ છે કે જો લાંબા સમય સુધી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે તો સરેરાશ 12 ટકા જેટલુ રિટર્ન મળી શકે છે. જે કોઇપણ રોકાણની યોજનાની સરખામણીમાં સારુ છે. તમે જેટલા લાંબા સમય માટે રોકાણ કરશો તેટલુ વધારે સારુ ફંડ તેઓ મેળવી શકશો.

12 ટકાના હિસાબથી મળશે રિટર્ન

SIP Calculatorના હિસાબે જણાવીએ તો દર મહિને 5 હજાર રુપિયાનું રોકાણ SIP દ્વારા જો કરવામાં આવે તો 15 વર્ષમાં જ 25 લાખ રુપિયા સુધી નાણાં એકઠા કરી શકો છો. 15 વર્ષમાં દર મહિને 5 હજાર રુપિયાનું રોકાણ કરવામાં આવે તો કુલ 9 લાખ રુપિયાનું રોકાણ થશે. જેની સામે તમને 12 ટકાના હિસાબથી લગભગ 16,22,880 રુપિયાનું રિટર્ન મળશે.

20 વર્ષ સુધીના રોકાણમાં મળશે વધુ નફો

આ રીતે 15 વર્ષમાં તમને 9,00,000 +16,22,880=25,22,880 રુપિયા મળશે. જો તમે આ રોકાણને 5 વર્ષ વધુ સમય સુધી રાખશો એટલે કે 20 વર્ષ સુધી રાખશો તો 12 ટકાના હિસાબે તમે 49,95,740 રુપિયા સરળતાથી એકઠા કરી શકશો. જો રિટર્ન સારા રહેશે તો નફો તેનાથી પણ વધારે મળી શકે છે.

ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ જોખમોને આધીન છે અમે અહી માહિતીના હેતુથી જણાવી રહ્યા છીએ. કોઈ પણ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:24 pm, Fri, 4 August 23

Next Article