જાહેરાતની કમાણીની ઘોષણા બાદ Face Bookના શેરમાં ઉછાળો આવ્યો

|

Apr 29, 2021 | 10:33 AM

ફેસબુક(Face Book)ના શેર્સમાં તેજી આવી જ્યારે કંપનીએ જાણ કરી કે તેની જાહેરાતની કમાણી અને રેવેન્યુ વધી છે.

જાહેરાતની કમાણીની ઘોષણા બાદ Face Bookના શેરમાં ઉછાળો આવ્યો
Face Book

Follow us on

ફેસબુક(Face Book)ના શેર્સમાં તેજી આવી જ્યારે કંપનીએ જાણ કરી કે તેની જાહેરાતની કમાણી અને રેવેન્યુ વધી છે. દિગ્ગ્જ સોશ્યલ મીડિયા કંપની દ્વારા પ્રથમ ત્રિમાસિક કમાણીને રજૂ કર્યા પછી તેનો શેરનો ભાવ લગભગ છ ટકા વધ્યો હતો.

CEO માર્ક ઝુકરબર્ગે(mark zuckerberg)એ કહ્યું કે સારી આવકનો અર્થ કંપની સંભવિત વૃદ્ધિના નવા ક્ષેત્રોમાં વધુ રોકાણ કરશે. આમાં ઓગમેન્ટેડ અને વર્ચુઅલ રિયાલિટી, કોમર્સ, બિઝનેસ, કન્ટેન્ટ ક્રિએટર સાથે વિડિઓ બનાવવા, સમાચાર પત્ર લખવા અને પોડકાસ્ટ હોસ્ટિંગવાળા લોકો શામેલ છે.

કંપનીના નિષ્ણાતો સાથેના સંમેલનમાં તેમણે કહ્યું કે હું માનું છું કે ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી કોઈપણ હાલના પ્લેટફોર્મ કરતા ઉપસ્થિતિ અને સામાજિક સંબંધની ઊંડી સમજને સક્ષમ બનાવશે. કંપનીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ગાળા દરમિયાન તેણે 9.5 અબજ ડોલર, શેર દીઠ 3.30 ડોલરની કમાણી કરી છે. એક વર્ષ પહેલાં તે 4.9 અબજ અથવા શેર દીઠ 1.71 ડોલરહતું. આવક હવે 17.44 અબજ ડોલરથી વધીને 26.17 અબજ થઈ ગઈ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બીજી તરફ ફેસબુક પરની જાહેરાતોથી સરેરાશ આવક એક વર્ષ પહેલાંની તુલનામાં 30 ટકાનો વધારો થયો છે. જ્યારે જાહેરાતની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે. આ સાથે ફેસબુક ફેમિલીની એપ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના વપરાશકારોમાં વધારો થયો છે.

Next Article