અદાણી ગ્રુપ સંદભૅ જ્યારથી hindenburg research report સામે આવ્યો છે ત્યારથી સતત અદાણીના શેર અપર અને લોઅર શકિતને લઇ સમાચારોમાં છવાયેલા રહે છે. જો રોકાણકાર નવા હોય તો મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બે સર્કિટ કહેવા શું માંગે છે? શું લોઅર સર્કિટ એટલે નુકસાન મોટું નુકસાન અને અપર સર્કિટનો અર્થ લાભ હોય છે? આજે અમે અહેવાલમાં રોકાણકારોના મનમાં ઉઠતા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્યરીતે સમજવાનો પ્રયાસ કરીએ તો મોટાભાગના શેરોની માંગ અને પુરવઠાને કારણે શેરનું મૂલ્ય સતત વધતું અને ઘટતું રહે છે. જ્યારે પણ શેરની માંગ વધે છે ત્યારે તેની કિંમત વધે છે અને જ્યારે લોકો શેર વેચવાનું શરૂ કરે છે ત્યારે શેરની કિંમત ઘટવા લાગે છે. કોઈપણ શેરબજારમાં 2 પ્રકારની સર્કિટ હોય છે. પ્રથમ અપર સર્કિટ છે અને બીજી લોઅર સર્કિટ છે. આ સર્કિટ કેટલી ટકાવારી પર ચાર્જ કરવામાં આવશે તે એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવે છે.
કેટલીકવાર કંપનીના શેર ઝડપથી ઘટે છે. આવી સ્થિતિમાં તે સ્ટોકમાં ઘણો ઘટાડો થાય ઓ રોકાણકાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે તેથી સર્કિટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અચાનક મોટી સંખ્યામાં પનીમાં શેર વેચવાનું શરૂ થાયછે તો તે શેરની કિંમત એક હદ સુધી ઘટી જાય ત્યારે તેનું ટ્રેડિંગ બંધ થઈ જાય છે. મૂલ્યમાં ઘટાડો કરવાની આ મર્યાદાને લોઅર સર્કિટ કહેવામાં આવે છે. લોઅર સર્કિટમાં 3 તબક્કાઓ છે. તે 10 ટકા, 15 ટકા અને 20 ટકા ઘટાડા સાથે નક્કી કરવામાં આવે છે.
કેટલીકવાર કંપનીમાં રોકાણકારોનો રસ વધે જોવા મળેછે. આવી સ્થિતિમાં તે કંપનીના શેરની કિંમત આકાશને આંબવા લાગે છે. આ કિસ્સામાં અપર સર્કિટની જોગવાઈ છે. શેરની કિંમત ચોક્કસ મર્યાદા સુધી પહોંચતાની સાથે જ તેમાં અપર સર્કિટ લગાવવામાં આવશે અને તેનું ટ્રેડિંગ બંધ થઈ જશે. અપર સર્કિટમાં પણ 3 તબક્કાઓ છે. તેના પર 10 ટકા, 15 ટકા અને 20 ટકા હોય છે.
શેરબજારમાં અપર સર્કિટ અને લોઅર સર્કિટની શરૂઆત જૂન 28, 2001થી કરવામાં આવી હતી. તે જ દિવસે માર્કેટ રેગ્યુલેટર સેબીએ સર્કિટ બ્રેકરની વ્યવસ્થા ઉભી કરી હતી. આ સિસ્ટમનો પ્રથમ વખત ઉપયોગ 17 મે, 2004ના રોજ થયો હતો.
Published On - 8:57 am, Mon, 20 February 23