Share Market Today : સાંજે સપ્તાહના છેલ્લા કારોબાદી દિવસ શુક્રવારે શેરબજાર(Share Market)માં સકારાત્મક શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ 150 પોઈન્ટની મજબૂતાઈ સાથે 61600 ની પાર જયારે નિફ્ટી પણ 40 પોઈન્ટ વધીને 18150 ઉપર ચઢ્યો હતો જોકે બાદમાં વેચાણ શરૂ થતા બન્ને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરકી ગયા હતા. સવારે બજારમાં ઉછાળા સાથે શરૂઆતનું કારણ મજબૂત વૈશ્વિક સંકેતો હતા. બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદારીએ સવારે તેજો પણ આપ્યો હતો. આ પહેલા ગુરુવારે સતત ત્રીજા દિવસે બજારમાં વેચાણ નોંધાયું હતું. BSE સેન્સેક્સ 128 પોઈન્ટ ઘટીને 61,431 પર અને નિફ્ટી 52 પોઈન્ટ ઘટીને 18,129 પર બંધ થયા છે.
INDEX | CURRENT | %CHNG | HIGH | LOW |
NIFTY BANK | 43,623.65 | -0.29 | 43,961.60 | 43,531.90 |
NIFTY AUTO | 13,661.65 | -0.77 | 13,804.20 | 13,647.60 |
NIFTY FINANCIAL SERVICES | 19,299.40 | -0.33 | 19,446.10 | 19,268.70 |
NIFTY FINANCIAL SERVICES 25/50 | 18,660.85 | -0.51 | 18,830.10 | 18,635.75 |
NIFTY FMCG | 48,502.70 | -0.79 | 48,965.80 | 48,426.60 |
NIFTY IT | 28,212.70 | 1.15 | 28,220.60 | 28,007.05 |
NIFTY MEDIA | 1,664.50 | 0.1 | 1,680.85 | 1,662.20 |
NIFTY METAL | 5,555.80 | -0.82 | 5,623.20 | 5,548.85 |
NIFTY PHARMA | 12,145.65 | -0.78 | 12,250.50 | 12,130.35 |
NIFTY PSU BANK | 3,928.35 | -0.78 | 3,994.75 | 3,912.90 |
NIFTY PRIVATE BANK | 22,138.25 | -0.34 | 22,298.45 | 22,087.20 |
NIFTY REALTY | 451.05 | -0.81 | 455.6 | 449.25 |
NIFTY HEALTHCARE INDEX | 7,867.00 | -0.06 | 7,916.75 | 7,854.85 |
NIFTY CONSUMER DURABLES | 24,681.05 | -0.6 | 24,868.75 | 24,666.25 |
NIFTY OIL & GAS | 7,352.40 | -1.12 | 7,426.75 | 7,347.70 |
આ પણ વાંચો : ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં આ તેજી દેખાઈ હતી. BSE સેન્સેક્સ 125 પોઈન્ટના ઉછાળા સાથે 61,556 પર ખુલ્યો અને નિફ્ટી 56 પોઈન્ટના ઉછાળા સાથે 18,186 પોઈન્ટ પર ખુલ્યો હતો.
આ પણ વાંચો : Unclaimed Money : RBI આ ખાતેદારોને 48 હજાર કરોડ રૂપિયા પરત કરશે, યાદીમાં તમારું નામ છે કે નહીં? આ રીતે જાણો
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી અડધા ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકન વાયદા બજાર પણ સકારાત્મક છે. ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. SGX NIFTY લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યો છે. આ ઇન્ડેક્સ 18266 ઉપર ઉપલા સ્તરે જોવા મળ્યો હતો. આ પહેલા ગુરુવારે સતત ત્રીજા દિવસે બજારમાં વેચાણ નોંધાયું હતું.
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:09 am, Fri, 19 May 23