Share Market Today : ભારતીય શેરબજારમાં તેજી યથાવત, Sensex ઉપલાં સ્તરે 61500 નજીક પહોંચ્યો, RVNL 10% ઉછળ્યો

|

May 02, 2023 | 9:50 AM

Share Market Today : આ સપ્તાહે કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો, વાહનોના વેચાણના આંકડા સ્થાનિક બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન, નિફ્ટી 50 કંપનીઓ – ટાટા સ્ટીલ, ટાઇટન, હીરો મોટોકોર્પ અને HDFC લિમિટેડના ત્રિમાસિક પરિણામો આવશે.

Share Market Today : ભારતીય શેરબજારમાં તેજી યથાવત, Sensex ઉપલાં સ્તરે 61500 નજીક પહોંચ્યો, RVNL 10% ઉછળ્યો

Follow us on

Share Market Today : ભારતીય શેરબજારો સારી સ્થિતિમાં ખુલ્યા હતા. સવારે 9.28 વાગે સેન્સેક્સ 61400 અને નિફ્ટી 18150 ના મહત્વના સ્તરની ઉપર કારોબાર કરી રહ્યા છે. બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. મેટલ અને PSU બેન્કિંગ શેરો તેજીમાં સૌથી આગળ છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે 18,065 પર બંધ થયો હતો. જ્યારે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે સોમવારે બજારો બંધ રહી હતી. ત્રણ દિવસની રજાઓ પછી શેરબજાર આજે લીલા નિશાન ઉપર મજબૂત સ્થિતિમાં કારોબાર આગળ ધપાવી રહયા છે.

આજે મંગળવારે BSEનો 30 શેરવાળો ઈન્ડેક્સ SENSEX  189.17 પોઈન્ટ એટલે કે 0.31 ટકાના વધારા સાથે 61,301.61 પર ખૂલ્યો હતો. બીજી તરફ  61400ના મહત્વના સ્તરને પાર કરી ગયો છે.  NSEનો NIFTY પણ તેજી સાથે  59.80 પોઈન્ટ એટલે કે 0.33 ટકાના વધારા સાથે 18,124.80 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : સરેરાશ એક વ્યક્તિનો પગાર કેટલો હોવો જોઈએ? World of Statistics એ 100 થી વધુ દેશોના આંકડા જાહેર કર્યા, જાણો ભારતનું સ્થાન

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચાલુ સપ્તાહે આ કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો આવશે

આ સપ્તાહે કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો, વાહનોના વેચાણના આંકડા સ્થાનિક બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન, નિફ્ટી 50 કંપનીઓ – ટાટા સ્ટીલ, ટાઇટન, હીરો મોટોકોર્પ અને HDFC લિમિટેડના ત્રિમાસિક પરિણામો આવશે. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ્સ, ટાટા સ્ટીલ, યુકો બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, ભારત ફોર્જ અને ફેડરલ બેંકના નાણાકીય પરિણામો પણ સપ્તાહ દરમિયાન આવવાના છે.

આ પણ વાંચો :  Global Market : ત્રણ દિવસની રજાઓ બાદ આજે શેરબજાર તેજીમાં ખુલશે કે પ્રોફિટ બુકીંગ થશે? વૈશ્વિક બજારના આંકડા શું સંકેત આપી રહયા છે?

RVNL 10%ઉછળી 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો

ભારતીય રેલવેના ઉપક્રમ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરે રોકાણકારોને રાતોરાત માલામાલ બનાવી દીધા છે. છેલ્લા એક મહિનામાં શેરે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. એક મહિનામાં શેરમાં 57 ટકાનો ઉછાળો આવ્યો છે. શેરની ખુબ ખરીદી થઇ છે.

આ શેર્સમાં જબરદસ્ત ખરીદારી થી હતી (May 02, 2023 9:37AM)

Company Name CMP Rise  Rs. Rise (%) Volume Value  (Rs. Lakhs)
Rail Vikas Nigam 117 9.36 8.70% 5,085,320 5,473.84
Adani Power 236.05 11.2 4.98% 1,127,660 2,535.54
Adani Green Energy 998.1 47.5 5.00% 142,343 1,353.11
Ircon International 78.76 4.46 6.00% 2,321,340 1,724.76
IDFC First Bank 64.15 2.58 4.19% 3,869,450 2,382.42
EKI Energy Services 477 21.25 4.66% 465,470 2,121.38

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:37 am, Tue, 2 May 23

Next Article