Share Market Today : ભારતીય શેરબજારમાં તેજી યથાવત, Sensex ઉપલાં સ્તરે 61500 નજીક પહોંચ્યો, RVNL 10% ઉછળ્યો
Share Market Today : આ સપ્તાહે કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો, વાહનોના વેચાણના આંકડા સ્થાનિક બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન, નિફ્ટી 50 કંપનીઓ – ટાટા સ્ટીલ, ટાઇટન, હીરો મોટોકોર્પ અને HDFC લિમિટેડના ત્રિમાસિક પરિણામો આવશે.
Share Market Today : ભારતીય શેરબજારો સારી સ્થિતિમાં ખુલ્યા હતા. સવારે 9.28 વાગે સેન્સેક્સ 61400 અને નિફ્ટી 18150 ના મહત્વના સ્તરની ઉપર કારોબાર કરી રહ્યા છે. બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. મેટલ અને PSU બેન્કિંગ શેરો તેજીમાં સૌથી આગળ છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે 18,065 પર બંધ થયો હતો. જ્યારે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે સોમવારે બજારો બંધ રહી હતી. ત્રણ દિવસની રજાઓ પછી શેરબજાર આજે લીલા નિશાન ઉપર મજબૂત સ્થિતિમાં કારોબાર આગળ ધપાવી રહયા છે.
આજે મંગળવારે BSEનો 30 શેરવાળો ઈન્ડેક્સ SENSEX 189.17 પોઈન્ટ એટલે કે 0.31 ટકાના વધારા સાથે 61,301.61 પર ખૂલ્યો હતો. બીજી તરફ 61400ના મહત્વના સ્તરને પાર કરી ગયો છે. NSEનો NIFTY પણ તેજી સાથે 59.80 પોઈન્ટ એટલે કે 0.33 ટકાના વધારા સાથે 18,124.80 પર ખુલ્યો હતો.
ચાલુ સપ્તાહે આ કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો આવશે
આ સપ્તાહે કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો, વાહનોના વેચાણના આંકડા સ્થાનિક બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન, નિફ્ટી 50 કંપનીઓ – ટાટા સ્ટીલ, ટાઇટન, હીરો મોટોકોર્પ અને HDFC લિમિટેડના ત્રિમાસિક પરિણામો આવશે. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ્સ, ટાટા સ્ટીલ, યુકો બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, ભારત ફોર્જ અને ફેડરલ બેંકના નાણાકીય પરિણામો પણ સપ્તાહ દરમિયાન આવવાના છે.
RVNL 10%ઉછળી 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો
ભારતીય રેલવેના ઉપક્રમ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરે રોકાણકારોને રાતોરાત માલામાલ બનાવી દીધા છે. છેલ્લા એક મહિનામાં શેરે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. એક મહિનામાં શેરમાં 57 ટકાનો ઉછાળો આવ્યો છે. શેરની ખુબ ખરીદી થઇ છે.
આ શેર્સમાં જબરદસ્ત ખરીદારી થી હતી (May 02, 2023 9:37AM)
Company Name | CMP | Rise Rs. | Rise (%) | Volume | Value (Rs. Lakhs) |
Rail Vikas Nigam | 117 | 9.36 | 8.70% | 5,085,320 | 5,473.84 |
Adani Power | 236.05 | 11.2 | 4.98% | 1,127,660 | 2,535.54 |
Adani Green Energy | 998.1 | 47.5 | 5.00% | 142,343 | 1,353.11 |
Ircon International | 78.76 | 4.46 | 6.00% | 2,321,340 | 1,724.76 |
IDFC First Bank | 64.15 | 2.58 | 4.19% | 3,869,450 | 2,382.42 |
EKI Energy Services | 477 | 21.25 | 4.66% | 465,470 | 2,121.38 |
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…