Share Market : RBI ની પોલિસીની જાહેરાત પૂર્વે બજારમાં તેજી છવાઈ, Sensex 800 અને નિફ્ટી 230 અંક ઉછળ્યા

|

Dec 08, 2021 | 9:46 AM

મંગળવારે સતત બે દિવસના ઘટાડા બાદ બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

Share Market : RBI ની પોલિસીની જાહેરાત પૂર્વે બજારમાં તેજી છવાઈ, Sensex 800 અને નિફ્ટી 230 અંક ઉછળ્યા
Stock Market

Follow us on

આજે સતત બીજા દિવસે શેરબજાર મજબૂત સ્થિતિ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યું છે. ભારતીય શેરબજારને વૈશ્વિક સંકેતો સાથે આજે સારી શરૂઆત મળી છે. સેન્સેક્સ અને નિફટી 1 ટકાથી વધુના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક સંકેત સારા મળ્યા
ઓમિક્રોનના ભય છતાં વૈશ્વિક બજારો તરફથી સ્થાનિક શેરબજાર માટે સારા સંકેતો મળી રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ મંગળવારે સતત બીજા દિવસે યુએસ બજારોમાં ખરીદી જોવા મળી છે. મંગળવારે ડાઉ જોન્સ 492 અંક વધીને 35719.43 પર બંધ થયો હતો. નાસ્ડેકમાં 462 પોઈન્ટની મજબૂતી જોવા મળી છે. તો S&P 500 95 પોઈન્ટ વધીને 4687ના સ્તરે બંધ થયો હતો. યુએસ બજારોમાં તાજેતરમાં આવેલા ઘટાડા બાદ નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી હતી. એવું સેન્ટિમેન્ટ બનાવવામાં આવ્યું છે કે ઓમિક્રોનના કારણે અર્થવ્યવસ્થા પર અસર ઘણી ઓછી થશે. એશિયન બજારોમાં પણ ખરીદી થઈ રહી છે. SGX નિફ્ટી અડધા ટકાથી વધુ ઉપર છે જ્યારે Nikkei 225 લગભગ 1 ટકા મજબૂત થયો છે. હેંગસેંગ, તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટ પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

ક્રેડિટ પોલિસીની જાહેરાત
RBIની ક્રેડિટ પોલિસી આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. વ્યાજ દરોમાં ફેરફારની અપેક્ષા ઘણી ઓછી છે. અનુમાન છે કે સેન્ટ્રલ બેંકનું ધ્યાન ગ્રોથ પર રહી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
NSE પર F&O હેઠળ આજે એટલે કે 8મી ડિસેમ્બરે શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આજે જે સ્ટોકમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે તેનું નામ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ છે.

FII અને DII ડેટા
મંગળવાર એટલે કે 7 ડિસેમ્બરના કારોબારમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાંથી લગભગ 2585 કરોડ રૂપિયા ઉપાડયા હતા. બીજી તરફ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 2605.81 કરોડની ખરીદી કરી હતી.

મંગળવારે બજારમાં તેજી રહી
મંગળવારે સતત બે દિવસના ઘટાડા બાદ બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 949 પોઈન્ટ વધીને 56747ના સ્તરે અને નિફ્ટી 244 પોઈન્ટ વધીને 17156ના સ્તરે બંધ થયો હતો. બજારને બેન્કિંગ, મેટલ અને રિયલ્ટી શેરોનો ટેકો મળ્યો હતો.

 

આ પણ વાંચો :  શું સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પરનો ટેક્સ દૂર કરવામાં આવશે? જાણો સરકારનો જવાબ

આ પણ વાંચો : Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ

Published On - 9:23 am, Wed, 8 December 21

Next Article