Share Market : Sensexની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપમાં રૂ. 1.29 લાખ કરોડ વધારો, જાણો Gainer અને Loser Stocks વિશે

|

Dec 06, 2021 | 8:41 AM

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : Sensexની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપમાં રૂ. 1.29 લાખ કરોડ વધારો, જાણો Gainer  અને Loser  Stocks  વિશે

Follow us on

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપ ગત સપ્તાહે રૂ 1,29,047.61 કરોડ વધી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ નફો હાંસલ કર્યો હતો. ગયા અઠવાડિયે બીએસઈનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 589.31 પોઈન્ટ અથવા 1.03 ટકા વધ્યો હતો.

સપ્તાહ દરમિયાન TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની માર્કેટકેપમાં વધારો થયો છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતી એરટેલના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો.

TCS ટોપ ગેઈનર રહી 
રિપોર્ટિંગ સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 71,761.59 કરોડ વધીને રૂ. 13,46,325.23 કરોડ થયું હતું. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 18,693.62 કરોડ વધીને રૂ. 7,29,618.96 કરોડ રહ્યું હતું. એ જ રીતે, બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 16,082.77 કરોડ વધીને રૂ. 4,26,753.27 કરોડ અને HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 12,744.21 કરોડ વધીને રૂ. 8,38,402.80 કરોડ થયું છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

HDFCનું માર્કેટ કેપ વધ્યું
સપ્તાહ દરમિયાન HDFCનું માર્કેટ વેલ્યુએશન રૂ. 5,393.86 કરોડ વધીને રૂ. 5,01,562.84 કરોડ થયું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંકન રૂ. 2,409.65 કરોડ વધીને રૂ. 4,22,312.62 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરે સપ્તાહ દરમિયાન રૂ. 1,961.91 કરોડનો નફો નોંધાવ્યો હતો અને તેની માર્કેટ કેપ રૂ. 5,50,532.73 કરોડ સુધી પહોંચી હતી.

ભારતી એરટેલની માર્કેટ કેપમાં ઘટાડો
ટ્રેન્ડથી વિપરીત ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 10,489.77 કરોડ ઘટીને રૂ. 3,94,519.78 કરોડ થયું હતું. ICICI બેન્કની બજાર સ્થિતિ રૂ. 3,686.55 કરોડ ઘટીને રૂ. 4,97,353.36 કરોડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બજાર સ્થિતિ રૂ. 2,537.34 કરોડ ઘટીને રૂ. 15,27,572.17 કરોડ થઈ હતી.

ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, ICICI બેંક, બજાજ ફાઇનાન્સ, SBI અને ભારતી એરટેલનો નંબર આવે છે.

ગત સપ્તાહના કારોબારની સ્થિતિ
અગાઉના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કોરોનાના નવા વેરિઅન્ટના માર્કેટમાં ગભરાટ જોવા મળ્યો હતો જેના કારણે બજાર તૂટ્યું હતું. આ કારણોસર ગત સપ્તાહની શરૂઆત ખૂબ જ સાવધાની સાથે થઈ હતી અને સપ્તાહના પ્રથમ બે દિવસ બજાર લગભગ સ્થિર રહ્યું હતું. જે બાદ આગામી બે દિવસ એટલે કે ડિસેમ્બરના પહેલા બે દિવસ સુધી માર્કેટમાં વધારો જોવા મળ્યો અને સેન્સેક્સ 57064ના સ્તરથી વધીને 58461ના સ્તરે પહોંચી ગયો. જો કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો.

 

આ પણ વાંચો :  Share Market : માત્ર એક અઠવાડિયામાં મળ્યું 33 ટકાથી વધુ રિટર્ન, જાણો રોકાણકારોએ ક્યાં કરી કમાણી

આ પણ વાંચો : Share Market : ચાલુ સપ્તાહે આ શેર્સ ઉપર રાખજો નજર, કારોબારમાં ઉચિત સમયે લીધેલો નિર્ણય માલામાલ બનાવી શકે છે

Next Article