Share Market : સતત બીજા દિવસે સારી ખરીદારીના કારણે SENSEX 49,519.77 સુધી વધ્યો

|

Apr 07, 2021 | 9:59 AM

ભારતીય શેર બજાર(Share Market)માં આજે સતત બીજા દિવસે ખરીદી દેખાઈ રહી છે. પ્રરંભિક કારોબારમાં SENSEX 49,519.77 સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો જયારે NIFTY 14,783.90 સુધી ઉછાળ્યો હતો.

Share Market : સતત બીજા દિવસે સારી ખરીદારીના કારણે SENSEX 49,519.77 સુધી વધ્યો
Stock Market

Follow us on

ભારતીય શેર બજાર(Share Market)માં આજે સતત બીજા દિવસે ખરીદી દેખાઈ રહી છે. પ્રરંભિક કારોબારમાં SENSEX 49,519.77 સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો જયારે NIFTY 14,783.90 સુધી ઉછાળ્યો હતો. હાલ બંને મુખ્ય ઇન્ડેક્સ 0.6 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૫૦ વાગે

Market SENSEX NIFTY
Index 49,491.91 14,773.30
GAIN +290.52 (0.59%) +89.80 (0.61%)

સેન્સેક્સના ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 24 શેરોમાં વધારો દેખાઈ રહ્યો છે. ટાઇટન અને પાવર ગ્રીડ 1.8% વધારા સાથે ટોપ ગેઈનર છે. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઇન્ડ બેન્ક સહિત એસબીઆઈ અને મારુતિના શેરમાં પણ 1% થી વધુનો ઉછાળો આવ્યો છે.બીજી તરફ એચડીએફસી બેન્ક અને કોટક બેંકના શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નિફટીમાં અદાણી પોર્ટનો શેર ઈન્ડેક્સમાં 3% ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે પણ શેરમાં 14% નો ઉછાળો આવ્યો હતો. મોટાભાગના મેટલ શેરોમાં રોકાણકારો ખરીદી કરી રહ્યા છે. ટાટા સ્ટીલનો પણ શેર 1.2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજે BSE માં 2,045 શેરમાં કારોબાર થઇ રહ્યો છે .1,409 શેરોમાં વૃદ્ધિ અને 555 શેરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈ કાલે રૂ. 206.35 લાખ કરોડની હતી જે રૂ. 207.59 લાખ કરોડ થઈ ગઈ છે.

Next Article