Share Market: ઉતાર – ચઢાવના અંતે SENSEX 259 અને NIFTY 76 અંક વધારા સાથે બંધ થયા

|

Apr 15, 2021 | 5:13 PM

આજે પણ શેરબજાર(Share Market)માં ભારે ઉતાર - ચઢાવ જોવા મળ્યો હતો. ફ્લેટ ઓપનિંગ બાદ બજાર લાલ નિશાનમાં કારોબાર કરતુ રહ્યું હતું

Share Market: ઉતાર - ચઢાવના અંતે SENSEX 259 અને NIFTY 76 અંક વધારા સાથે બંધ થયા
ઉતાર - ચઢાવના અંતે શેરબજાર વૃદ્ધિ દર્જ કરી બંધ થયું હતું.

Follow us on

આજે પણ શેરબજાર(Share Market)માં ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. ફ્લેટ ઓપનિંગ બાદ બજાર લાલ નિશાનમાં કારોબાર કરતુ રહ્યું હતું પરંતુ દિવસના અંતે સતત બીજા દિવસે ઉછાળા સાથે બજાર બંધ રહ્યું હતું.

આજે સેન્સેક્સ 260 અંક વધીને 48,803 ની સપાટીએ બંધ રહ્યો જયારે નિફ્ટી 76 અંક વધીને 14,581 ના સ્તર પર બંધ થયા છે. સેન્સેક્સ સવારે 31.29 પોઇન્ટ તૂટીને 48512 ની સપાટીએ જ્યારે નિફ્ટી 17.6 પોઇન્ટ ઉપર14,522 ના સ્તર ઉપર ખુલ્યો હતો.

કારોબારી સત્રના અંતિમ તબક્કામાં બેંકિંગ અને મેટલ શેરોમાં ખરીદીને કારણે પોઝિટિવ ક્લોઝિંગ થયું હતું. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 341 પોઇન્ટના વધારા સાથે 32,112 ની સપાટીએ બંધ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના શેરમાં 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. મેટલ ક્ષેત્રે વેદાંત અને સેઇલના શેરમાં પણ 2% નો વધારો નોંધાયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કારોબાર દરમિયાન સેન્સેક્સ 48,010 પોઇન્ટ અને નિફ્ટી 14,353 પોઇન્ટ સુધી દિવસના નીચલા સ્તરે પહોંચ્યા હતા. આજે BSE માં 3,057 શેરોમાં કારોબાર થયો જે પૈકી 1,251 શેર વધારા સાથે બંધ થયા અને 1,647 શેર તૂટ્યા હતા. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને રૂ 203.91 લાખ કરોડ થઈ છે જે 13 એપ્રિલના રોજ તે 203.09 લાખ કરોડ રૂપિયા હતી

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ હતું . બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.10 ટકા વધીને 19,923.58 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.03 ટકાની નબળાઈની સાથે 21,293.40 પર બંધ થયા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 48,803.68 14,581.45
Gain +259.62 (0.53%) +76.65 (0.53%)

Published On - 5:12 pm, Thu, 15 April 21

Next Article