Share Market : નવા નાણાકીય વર્ષમાં બજારની ધમાકેદાર શરૂઆત , SENSEX 520 અને NIFTY 176 અંક ઉછળ્યો

|

Apr 01, 2021 | 5:08 PM

નવા નાણાકીય વર્ષને ભારતીય શેરબજારે(Share Market) તેજી સાથે વધાવ્યું છે. ગઈકાલના ભારે ઘટાડા પછી આજે શેરબજારમાં વધારો નોંધાયો હતો.

Share Market : નવા નાણાકીય વર્ષમાં બજારની ધમાકેદાર શરૂઆત , SENSEX 520 અને NIFTY 176 અંક ઉછળ્યો
Stock market

Follow us on

નવા નાણાકીય વર્ષને ભારતીય શેરબજારે(Share Market) તેજી સાથે વધાવ્યું છે. ગઈકાલના ભારે ઘટાડા પછી આજે શેરબજારમાં વધારો નોંધાયો હતો.આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 520 પોઇન્ટ વધીને 50,029.83 પર બંધ થયો છે તો NSE નિફ્ટીએ 176 અંક વધીને 14,867.35 ની સપાટી પાર કારોબાર સમાપ્ત કર્યો છે.

સેન્સેક્સના ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 25 શેરોમાં વૃદ્ધિ નોંધાઈ છે. આજે ઈન્ડસઈન્ડ બેન્કમાં સૌથી વધુ 4.4% નો વધારો થયો છે. સેન્સેક્સ ટ્રેડિંગ દરમ્યાન 50,092 ના ઉપલા સ્તરને સ્પર્શ્યો હતો. ઈન્ડેક્સ ગઈકાલે 600 પોઇન્ટ તૂટીને 49,509 ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સવારે સેન્સેક્સ 359 પોઇન્ટ ઉપર 49,868.53 પર અને નિફ્ટી 107 પોઇન્ટ ઉપર 14,798.40 પર ખુલ્યા હતા.

બજારના નિષ્ણાંતો અનુસાર બપોર બજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. પ્રારંભિક વેપારમાં રોકાણકારોએ મેટલ સેક્ટરમાં ખરીદી કરી હતી. બપોરે આવેલા રેકોર્ડ જીએસટી કલેક્શનના ડેટાના પગલે બેંકિંગ અને ટાયર સેક્ટરમાં પણ ખરીદી થઈ હતી. કલેક્શનમાં વાર્ષિક ધોરણે 27% વૃદ્ધિ જોવા મળી છે. આ સિવાય દેશમાં રસીકરણ કાર્યક્રમમાં પણ તેજીથી બજારની ભાવનામાં ઝડપથી સુધારો થયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.66 ટકા વધીને 20,516.40 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.05 ટકાની મજબૂતીની સાથે 21,071.69 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.66 ટકાના વધારાની સાથે 33,858 ના સ્તર પર બંધ થયા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 50,029.83 14,867.35
GAIN +520.68 (1.05%) +176.65 (1.20%)

 

 

Next Article