SHARE MARKET: બજારમાં સતત ત્રીજા દિવસે તેજીના પગલે SENSEXમાં 1,147 અને NIFTYમાં 326 અંકનો ઉછાળો

|

Mar 03, 2021 | 4:41 PM

શેરબજાર( SHARE MARKET ) આજે સતત ત્રીજા દિવસે તેજી દર્જ કરી બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1,147 પોઈન્ટના વધારા સાથે 51,444.65 પર બંધ થયો છે.

SHARE MARKET: બજારમાં સતત ત્રીજા દિવસે તેજીના પગલે SENSEXમાં 1,147 અને NIFTYમાં 326 અંકનો ઉછાળો
Stock Market

Follow us on

શેરબજાર( SHARE MARKET ) આજે સતત ત્રીજા દિવસે તેજી દર્જ કરી બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1,147 પોઈન્ટના વધારા સાથે 51,444.65 પર બંધ થયો છે. ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન દિવસના ઉચ્ચતમ સ્તર 51,539ના સ્તરને સ્પર્શ્યો હતો. આ અગાઉ સેન્સેક્સ 25 ફેબ્રુઆરીએ 51,039.31ના સ્તરે બંધ રહ્યો હતો. નિફટીમાં પણ 326 અંક ઉપર 15,245.60ના સ્તરે કારોબાર સમાપ્ત થયો હતો.

 

આજની જબરદસ્ત તેજીના કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 210.10 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગઈ છે. જાહેર ક્ષેત્રની બેંકો અને મેટલ સેક્ટરમાં રોકાણકારોએ સૌથી વધુ શેર ખરીદ્યા છે. નિફ્ટી પીએસયુ બેંક અને મેટલ ઈન્ડેક્સ 3% સુધી ઉપર બંધ થયા છે, જ્યારે ઓટો ક્ષેત્રે વેચવાલીને કારણે ઓટો ઇન્ડેક્સ 0.66% તૂટીને 10,673.10 પર બંધ રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.45 ટકા વધીને 20,883.90ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.34 ટકાની મજબૂતીની સાથે 21,085.29 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 2.68 ટકાના વધારાની સાથે 36,368.05ના સ્તર પર બંધ થયા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર       સૂચકઆંક          વધારો
સેન્સેક્સ   51,444.65   +1,147.76 (2.28%)
નિફટી    15,245.60     +326.50 (2.19%)

Next Article