Share Market : સતત ત્રીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું , SENSEX 243 અંક તૂટ્યો

|

Apr 20, 2021 | 5:13 PM

કોરોનાના વધતા સંક્રમણ સાથે શેરબજાર(Share Market)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share Market : સતત ત્રીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું , SENSEX 243 અંક તૂટ્યો
SHARE MARKET

Follow us on

કોરોનાના વધતા સંક્રમણ સાથે શેરબજાર(Share Market)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે બજાર સતત બીજા દિવસે લાલ નિશાનમાં બંધ રહ્યું હતું. સેન્સેક્સ 243 અંક ઘટીને 47,705 ની સપાટીએ બંધ રહ્યો છે તો નિફ્ટી પણ 63 અંક નીચે 47,705 ની સપાટીએ બંધ રહ્યો છે. આઇટી ક્ષેત્રમાં બજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 359 અંક એટલે કે 1.4% ઘટીને 25,877 પર બંધ રહ્યો છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 14 શેરોમાં ઘટાડો થયો છે. અલ્ટ્રાટેક સિમેન્ટના શેર સૌથી વધુ 4.9% ઘટાડા સાથે 6191 રૂપિયા પર બંધ થયો હતો. એચસીએલ ટેક અને એચડીએફસીના શેરમાં પણ 3% નો ઘટાડો થયો છે.બીજીતરફ બજાજ ફિન્સવર્સ અને ડો રેડ્ડીના શેરમાં 3% થી વધુનો ઉછાળો જોવાયો હતો.

આજે BSE માં 3049 શેરોમાં કારોબાર થયો હતો, જેમાં 1,656 શેરો વધ્યા હતા અને 1,222 શેર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ 201.77 લાખ કરોડ હતી જે આજે રૂ 201.57 લાખ કરોડ નોંધાઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક         ઘટાડો
સેન્સેક્સ     47,705.80     −243.62 (0.51%)
નિફટી        14,296.40    −63.05 (0.44%)

Next Article