Share Market: ધનતેરસે રોકાણકારોને ધનલાભ, શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ સાથે શરૂઆત

|

Nov 02, 2021 | 9:17 AM

સોમવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટીએ ફરી એકવાર 17900ની સપાટી વટાવી હતી.સેન્સેક્સ પણ 832 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો હતો.

Share Market: ધનતેરસે રોકાણકારોને ધનલાભ, શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ સાથે શરૂઆત
Stock Market

Follow us on

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં મજબૂત શરૂઆત દેખાઈ રહી છે. આજે દિવાળીના મહાપર્વમાં ધનતેરસ છે. આજના દિવસે રોકાણ અને ધનલાભનું વિશેષ મહત્વ છે. પર્વ અનુસાર શેરબજાર પણ રોકાણકારોને ધનલાભ કરાવી રહ્યું છે. આજે સેન્સેક્સ ગઈકાલના 60,138.46 ના બંધ સ્તર સામે 60,360.61 અંકની સપાટી ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ ૦.3 ટકા વૃદ્ધિ સાથે કારોબારને આગળ ધપાવી રહ્યો છે. નિફટીની વાત કરીએતો નિફટી આજે 17,970.90 ઉપર ખુલ્યો હતો જેનું સોમવારનું બંધ સ્તર 17,929.65 હતું

ગ્લોબલ સંકેત પોઝિટિવ
આજે પણ ભારતીય શેરબજાર(Share Market) માટે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ મજબૂત જોવા મળી રહ્યું છે. મંગળવારના કારોબારમાં મુખ્ય એશિયન બજારો વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. નવેમ્બરના પ્રથમ દિવસે અમેરિકી બજારો પણ રેકોર્ડ સ્તરે બંધ થયા છે. સોમવારે ડાઉ જોન્સમાં 94 પોઈન્ટનો વધારો થયો હતો અને આ રેકોર્ડ 35,913.84 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 98 પોઈન્ટ સુધર્યો હતો જ્યારે S&P 500 ઈન્ડેક્સ પણ 8 પોઈન્ટ મજબૂત થઈને બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી, નિક્કી, કોસ્પી સહિતના મોટાભાગના સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગ સેંગમાં વધારા સાથે ટ્રેડિંગ ચાલી રહ્યું છે. તાઈવાન વેઈટેડ અને કોસ્પી ભગી મજબૂત થયા છે. શાંઘાઈ કમ્પોઝિટ પણ મજબૂત કારોબાર કરી રહ્યું છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
NSE પર F&O હેઠળ 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જેમાં પંજાબ નેશનલ બેંક અને એસ્કોર્ટ્સનો સમાવેશ થાય છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સોમવારના કારોબારમાં બજારમાંથી રૂ 202 કરોડ ઉપાડ્યા હતા. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ સોમવારે રૂ. 116 કરોડનું રોકાણ કર્યું હતું.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે
આજે 2 નવેમ્બરે ઘણી નાની મોટી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરશે.આ કંપનીઓમાં Bharti Airtel, Bank of India, HPCL, Sun Pharma, Union Bank of India, Dabur India, Easy Trip Planners, Jindal Steel & Power, Laxmi Organic Industries, Minda Corporation, MTAR Tech, NOCIL, PNB Housing Finance, Radico Khaitan, Stove Kraft અને Trentનો સમાવેશ થાય છે.

સોમવારે બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું
સોમવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટીએ ફરી એકવાર 17900ની સપાટી વટાવી હતી.સેન્સેક્સ પણ 832 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો હતો. બેન્ક, ઓટો ફાઇનાન્શિયલ, એફએમસીજી અને ફાર્મા સૂચકાંકો 1 ટકાથી 1.5 ટકા વધ્યા હતા. નિફ્ટી પર આઇટી ઇન્ડેક્સ 2.5 ટકા અને રિયલ્ટી 4 ટકાથી વધુ ઉછળ્યો હતો. મેટલ ઇન્ડેક્સ પણ 3 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 832 પોઈન્ટ વધીને 60138ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 258 પોઈન્ટના વધારા સાથે 17930 ના સ્તર પર બંધ થયો હતો. ટોપ ગેનર્સમાં INDUSINDBK, BHARTIARTL, HCLTECH, TATASTEEL, TECHM, DRREDDY, SBI, KOTAKBANK, TCS અને SUNPHARMA નો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :  GST collection October 2021 : ફરી એકવાર GST Collection 1.30 લાખ કરોડને પાર પહોંચ્યું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

 

આ પણ વાંચો : Dhanteras 2021: ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ

Next Article