આજે મંગળવારે પણ શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું જોકે નફાવસૂલીના પગલે ગણતરીના સમયમાં લાલ નિશાન નીચે સરકી ગયું હતું. સેન્સેક્સ 58,418 ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટી 17,401 પાર કારોબારની શરૂઆત કરી હતી . સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર વધારા અને 10 શેરો લાલ નિશાનમાં કારોબાર કરતા નજરે પડયા હતા. એશિયન પેઇન્ટ્સનો સ્ટોક 1%થી વધારે વધ્યો છે તો એક્સિસ બેંકનો શેર લગભગ 1% તૂટ્યો છે.
શરૂઆતી કારોબારમાં BSE પર 2,237 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,163 શેર વધી રહ્યા છે અને 965 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ અગાઉ સોમવારે સેન્સેક્સ 167 અંક વધીને 58,297 અને નિફ્ટી 54 અંક વધીને 17,378 પર બંધ થયો હતો.
ભારતીય બજારો માટે ગ્લોબલ સંકેત મિશ્ર જોવા મળ્યા છે. લેબર ડે ના લીધેથી કાલે અમેરિકી બજાર બંધ હતા. આ વચ્ચે કાચા તેલમાં ઘટાડો વધ્યો છે. સાઊદી અરબે એશિયાઈ ખરીદારો માટે ભાવ ઘટાડ્યા છે. આજે એશિયન બજારોમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 40 ફ્લેટ વેપાર કરી રહ્યો છે. Nikkei લગભગ 0.81 ટકાના વધારા સાથે 29,898.98 ની આસપાસ જોવા મળ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.50 ટકાની નબળાઇ જોવા મળી જયારે તાઇવાનનું બજાર 0.10 ટકાના ઘટાડા સાથે 17,477.56 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.
આજે સેન્સેક્સ 58,418.69 ની સપાટે ખુલ્યા બાદ 58,459.70 સુહી ઉપલા સ્તરે પહોંચ્યો હતો જોકે નફાવસૂલી શરૂ થતા ઇન્ડેક્સ સરકીને 58,103 ના સ્તરે પહોંચી ગયો હતો. તાજેતરમાંજ સેન્સેક્સએ 58,459.70 ની સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. આ અગાઉ સોમવારે ઇન્ડેક્સ 58,296.91 ની સપાટીએ બંધ થયો હતો.
નિફટીની વાત કરીએ તો આજે ઇન્ડેક્સ 17,401.55 ની સપતિએ ખુલ્યા બાદ 17,377.80 સુધી ઉછળ્યો હતો જે નીચલા સ્તરે 17,316 ઉપર જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ 17,429.55 ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ચુક્યો છે.
આ પણ વાંચો : તમારી પાસે એક કરતા વધુ CREDIT CARD છે? આ લાભદાયક કે નુકશાનકારક? જાણો અહેવાલમાં