શેરબજારમાં વેચવાલીનું જોર, પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ ૯૧ અંક ગગડ્યો

|

Nov 19, 2020 | 10:07 AM

આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં વેચવાલીનું જોર નજરે પડી રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સે 43,821.39 અને નિફટીએ 12,835.60 નું નીચલું સ્તર દેખાડ્યું હતું.  બજારમાં આજે સતત ઉત્તર ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ 234.58 પોઇન્ટ અને નિફ્ટી 63.40 પોઇન્ટના ઘટાડા સુધી ગગડી ચુક્યા છે. બેંકિંગ અને મેટલ શેર્સ બજારને ઘટાડા તરફ દોરી રહ્યા […]

શેરબજારમાં વેચવાલીનું જોર, પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ ૯૧ અંક ગગડ્યો

Follow us on

આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં વેચવાલીનું જોર નજરે પડી રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સે 43,821.39 અને નિફટીએ 12,835.60 નું નીચલું સ્તર દેખાડ્યું હતું.  બજારમાં આજે સતત ઉત્તર ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ 234.58 પોઇન્ટ અને નિફ્ટી 63.40 પોઇન્ટના ઘટાડા સુધી ગગડી ચુક્યા છે. બેંકિંગ અને મેટલ શેર્સ બજારને ઘટાડા તરફ દોરી રહ્યા છે. બીજી તરફ ઓટો અને આઇટી શેરોમાં થોડી તેજી વર્તાઈ રહી છે.

ભારતીય શેરબજારની સ્થિતિ (9.40 વાગે)
સેન્સેક્સ    44,088.55       −91.50 
નિફ્ટી      12,920.35         −17.90 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પ્રારંભિક સત્રમાં નિફ્ટીમાં પાવર ગ્રીડ, એલએન્ડટી, એક્સિસ બેંક અને એસબીઆઈના શેરમાં 2-2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો સેક્ટર સારી સ્થિતિ તરફ દેખાયું છે હીરો મોટોકોર્પના શેરમાં 3% નો ઉછાળો જોવાઈ રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નરમાશની અસર આજે ભારતિય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. સેન્સેક્સ ૦.૨૧ અને નિફટી ૦.૧૪ ટકા નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:06 am, Thu, 19 November 20

Next Article