Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

|

Oct 06, 2021 | 9:10 AM

ડ્રગના કેસમાં આર્યન ખાનની સંડોવણી બાદ હવે તેની ખોટ તે તમામ કંપનીઓને થઈ રહી છે જેમણે શાહરુખ સહિતના દાગી કલાકારો સાથે તેમની કંપનીની જાહેરાત કરી છે. શાહરુખ ખાન અને તેની જાહેરાત કરતી કંપનીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

Aryan Khan Drugs Case  ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો
Shahrukh Khan

Follow us on

શાહરૂખ ખાન( Shahrukh Khan)ને હિન્દી ફિલ્મોના બાદશાહ માનવામાં આવે છે. આજે પણ યુવાન વર્ગ અને ખાસ કરીને છોકરીઓમાં SRK ની છબી એક લવિંગ બોયની છે. કિંગ ખાન(King Khan) ઘણી બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં આ સુપર સ્ટારના મોટા પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવૂડ પર સતત ડ્રગ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. આવા સમયે આ કેસે ફરી એકવાર શાહરૂખ સહિત સમગ્ર ફિલ્મ ઉદ્યોગને શંકાના દાયરામાં મૂકી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવેલા સવાલ બાદ આ મોટી કંપનીઓ શાહરૂખ ખાન સામે કોઈ પણ મોટું પગલું ભરી શકે છે.

ડ્રગના કેસમાં આર્યન ખાનની સંડોવણી બાદ હવે તેની ખોટ તે તમામ કંપનીઓને થઈ રહી છે જેમણે શાહરુખ સહિતના દાગી કલાકારો સાથે તેમની કંપનીની જાહેરાત કરી છે. શાહરુખ ખાન અને તેની જાહેરાત કરતી કંપનીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સોશિયલ સાઈટ પર લોકોએ શાહરુખને પૂછ્યું કે હવે તે બીજાના બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરશે જ્યારે તેનો પોતાનો દીકરો ડ્રગ્સ લે છે. લોકો ટ્રોલ કરવાનું શરૂ કરતા જ કંપનીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી શાહરૂખ ખાન અભિનીત કમર્શિયલની સંખ્યા ઘટી છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ શાહરુખ ખાન ઉપરાંત તે બ્રાન્ડ્સને પણ ટ્રોલ કરી રહ્યા છે જેને SRK દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. લોકોએ શાહરુખને પૂછ્યું કે હવે તે અન્ય લોકોને કેવી રીતે પ્રેરિત કરશે કે તેનો પોતાનો દીકરો ડ્રગના કેસમાં ફસાયેલો છે.

Education App ને પ્રોત્સાહન આપે છે શાહરુખ 
ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની વર્તમાન બ્રાન્ડ વેલ્યુ લગભગ 378 કરોડ રૂપિયા છે. શાહરૂખ હાલમાં 40 જેટલી મોટી બ્રાન્ડ્સને પ્રમોટ કરી રહ્યો છે. આમાં BYJU જેવા શૈક્ષણિક સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ થાય છે. પોતાના પુત્રના વિવાદ બાદ શાહરુખ બીજાના બાળકોને લઈ શિક્ષણ માટે કઈ રીતે સલાહ આપી શકે?

BYJU ને પૂછવામાં આવે છે સવાલ
શાહરૂખ ખાન BYJU એજ્યુકેશન એપને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરે છે. ઇન્ટરનેટ યુઝર્સ હવે BYJU ના ટ્વિટર હેન્ડલને ટેગ કરી રહ્યા છે અને તેની જાહેરાત પર સવાલ ઉઠાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, જ્યારે શાહરૂખ પોતાના દીકરાને સુધારી શકતો નથી, તો પછી તે બીજાના બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરશે?

બ્રાન્ડ વેલ્યુ – 378 કરોડ
ફેબ્રુઆરી 2021 માં મલ્ટિનેશનલ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્સી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ 378 કરોડ રૂપિયા છે. શાહરૂખની આગળ માત્ર ત્રણ સેલિબ્રિટી છે, વિરાટ કોહલી, અક્ષય કુમાર અને રણવીર સિંહ શાહરૂખથી આગળ છે.

ભારતમાં નંબર વન, વિશ્વનો ત્રીજો સૌથી ધનિક અભિનેતા
શાહરૂખ ખાન કમાણીની બાબતમાં વિશ્વના ઘણા ટોચના સ્ટાર્સ સાથે સ્પર્ધા કરે છે. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન ફોર્બ્સ દ્વારા દેશના ટોપ 10 અભિનેતાઓની યાદીમાં સામેલ છે. શાહરૂખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કિંગ ખાન જેરી સેનફિલ્ડ અને ટેલર પેરી પછી તે વિશ્વનો ત્રીજો સૌથી ધનિક અભિનેતા છે. ફિલ્મ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ કંપની, વીએફએક્સ અને આઈપીએલ ટીમ સાથે સંકળાયેલા શાહરૂખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : LPG Cylinder Price Hike : પેટ્રોલ – ડીઝલ અને CNG બાદ હવે LPG સિલિન્ડરના ભાવ આમ આદમીની કમર તોડશે, જાણો કેટલો મોંઘો થયો રાંધણ ગેસ

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : શું તમે જાણો છો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ – ડીઝલ ક્યાં મળે છે?

Next Article