AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market Open: સેન્સેક્સમાં 336 પોઈન્ટનો ઉછાળો નોંધાયો, નિફ્ટી 19900 પોઈન્ટની નજીક પહોંચ્યો

Stock Market Open: BSE સેન્સેક્સ 336.82 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 66,964.73 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 120.60 પોઈન્ટ અથવા 0.61 ટકાના વધારા સાથે 19,940.55 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આજે શરૂઆતના વેપારમાં, IRCON ઇન્ટરનેશનલના શેર 11 ટકા સુધીના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી પર શરૂઆતના ટ્રેડિંગમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

Stock Market Open: સેન્સેક્સમાં 336 પોઈન્ટનો ઉછાળો નોંધાયો, નિફ્ટી 19900 પોઈન્ટની નજીક પહોંચ્યો
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 11:55 AM
Share

નિફ્ટી ફ્યુચર્સમાં ફ્લેટ ટ્રેન્ડ હોવા છતાં, સોમવારે સ્થાનિક શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. BSE સેન્સેક્સ 200.86 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 66,799.77 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 70.90 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 19,890.85 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આજે શરૂઆતના વેપારમાં, IRCON ઇન્ટરનેશનલના શેર 11 ટકા સુધીના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી પર શરૂઆતના ટ્રેડિંગમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ઈન્ફોસિસમાં મામૂલી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો : 5 દિવસ માટે સસ્તું થશે સોનું, આ રીતે ખરીદશો તો મળશે વધુ ડિસ્કાઉન્ટ

આ શેરોએ સેન્સેક્સમાં વધારો દર્શાવ્યો હતો

આજે BSE સેન્સેક્સ પર ટાટા મોટર્સનો શેર 1.11 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે એનટીપીસી, એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, L & T ટુબ્રો, સન ફાર્મા, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, મારુતિ, ટીસીએસ, પાવરગ્રીડ, જેએસડબલ્યુ સ્ટીલ. એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ICICI બેન્કના શેરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આ શેર્સમાં નોંધાયો ઘટાડો

સેન્સેક્સ પર આજે ઈન્ફોસિસ, ટાઈટન, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ભારતી એરટેલ અને ઈન્ડસઈન્ડ બેંકના શેર લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

GIFT Nifty મળ્યા આ સંકેત

NSE IX પર ગિફ્ટ નિફ્ટી 7.5 પોઈન્ટ અથવા 0.04 ટકાના મામૂલી ઘટાડા સાથે 19,930.50 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સૂચવે છે કે દલાલ સ્ટ્રીટની શરૂઆત સપાટ થઈ શકે છે. જોકે, પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 19,880 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ગોલ્ડ માટે મજબૂત શરૂઆત

સોમવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તેનું કારણ એ છે કે રોકાણકારો અમેરિકાના ફુગાવાના દરના ડેટાની રાહ જોઈ રહ્યા છે. આ ડેટા આ અઠવાડિયે આવવાનો છે. આ નક્કી કરશે કે ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદર વધારશે કે ઘટાડશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">