માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ આદિત્ય બિરલા મની(Aditya Birla Money Ltd ) લિમિટેડને સ્ટોક બ્રોકર રેગ્યુલેશન સહિતના બજાર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. SEBI, BSE, NSE અને ડિપોઝિટરીઝ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત નિરીક્ષણના આધારે માર્ચ 2019 માં આદિત્ય બિરલા મની સામે આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. માર્ચ 2018 માં માર્કેટ રેગ્યુલેટર દ્વારા કંપની પર ખાસ હેતુ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
SEBIએ જણાવ્યું હતું કે, કોઈપણ રજિસ્ટર્ડ સ્ટોકબ્રોકરે ઈમાનદારીના ઉચ્ચ ધોરણો જાળવવા જોઈએ અને તેની યોગ્ય કૌશલ અને વૈધાનિક જરૂરિયાતોનું પાલન કરવું જોઈએ. ઉપરાંત સામાન્ય સંજોગોમાં ક્લાયન્ટને રોકાણની કોઈ સલાહ ન આપવી જોઈએ જે તેનું પાલન ન કરાયું હોય.
સ્ટોક બ્રોકરના નિયમોનું ઉલ્લંઘન
સેબીએ જણાવ્યું હતું કે આદિત્ય બિરલા મની લિમિટેડએ સ્ટોક બ્રોકર નિયમનનું ઉલ્લંઘન કરીને કોઈપણ કરાર વગર ગ્રાહકો માટે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ કરી છે. તેમાં આદિત્ય બિરલા મની પાસે તેનો વ્યવસાય ચલાવવા અને તેના ગ્રાહકો સાથે વ્યવહાર કરવામાં યોગ્ય કુશળતા અને સંભાળની ખાતરી કરવા માટે પૂરતી વ્યવસ્થાઓ અને આંતરિક નિયંત્રણો ન હતી. કંપનીને માર્કેટ રેગ્યુલેટર દ્વારા લાદવામાં આવેલા કુલ 1.02 રૂપિયાનો દંડ ભરવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
SEBIએ IPOની ન્યૂનતમ કિંમત 5 ટકા રાખવાની ભલામણ કરી
સેબીએ પ્રસ્તાવ મૂક્યો છે કે બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા શેરની ફાળવણી સમયે જાહેર ઇશ્યૂના ઓછામાં ઓછા 5 ટકા મૂલ્ય રાખવું આવશ્યક છે. બજાર નિયામકે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) ના પેટા વર્ગીકરણની સલાહ પણ આપી છે. સેબીએ આ સંદર્ભે એક પરિપત્ર જારી કર્યો છે જેના પર 20 ઓક્ટોબર સુધી લોકો પાસેથી ટિપ્પણીઓ મંગાવવામાં આવી છે.
Aditya Birla AMC IPO Allotment
શેરબજારમાં રોકાણકારોને ચાલુ વર્ષે ઘણો લાભ થયો છે.રોકાણકારો ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. આ સમયમાં IPO એ ઓછા સમયમાં અને ઓછા રોકાણથી વધુ કમાણી માટે એક ઉત્તમ વિકલ્પ છે. આદિત્ય બિરલા AMC ના IPO ની વાત કરીએ તો તેને લગભગ 5.25 ગણું સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. આ IPO ની મૂળ કિંમત 695 થી 712 રૂપિયા હતી. આ IPO ની ફાળવણી 6 ઓક્ટોબરે થવાની સંભાવના છે.
IPO ને બજારમાં રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આદિત્ય બિરલા AMC નો ઈશ્યુ 29 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 5.25 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. 2.77 કરોડ ઇક્વિટી શેરના IPO સાઇઝ સામે ઇશ્યૂને 14.59 કરોડથી વધુ ઇક્વિટી શેર માટે બિડ મળી છે. 712 રૂપિયા પ્રતિ શેરના ટોપ પ્રાઇસ બેન્ડ પર 10,395 કરોડ રૂપિયાની બિડ પ્રાપ્ત થઈ છે. આદિત્ય બિરલા સન લાઇફ AMC એ IPO દ્વારા રૂ. 2,768 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 789 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
આ પણ વાંચો : Aditya Birla AMC IPO : શું તમે આ કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો
આ પણ વાંચો : શું તમે Property માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને મનપસંદ મિલ્કત સસ્તી કિંમતે મેળવવામાં મદદરૂપ સાબિત થશે