Seat Belt : car એલાર્મ બંધ કરતા ડિવાઈસના વેચાણ પર પ્રતિબંધ, સરકારે એમેઝોનને આપી સૂચના

|

Sep 08, 2022 | 12:31 PM

સરકારે તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મને એવા ઉપકરણોનું વેચાણ બંધ કરવા જણાવ્યું છે જે સીટ બેલ્ટ એલાર્મને નિષ્ક્રિય કરે છે કારણ કે તે મુસાફરો માટે જોખમી છે.

Seat Belt : car એલાર્મ બંધ કરતા ડિવાઈસના વેચાણ પર પ્રતિબંધ, સરકારે એમેઝોનને આપી સૂચના
Seat Belt

Follow us on

સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ના માર્ગ અકસ્માતમાં મોત બાદ સરકાર રસ્તા પર મુસાફરોની સુરક્ષાને લઈને વધુ કડક બની છે. કેન્દ્ર સરકાર હવે એવા તમામ કારણોનો અંત લાવવાની તૈયારી કરી રહ્યું છે જેના કારણે લોકો સલામતીનાં પગલાં ટાળે છે અને અજાણતાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ પ્રકરણમાં, સરકારે એમેઝોનને એવા ઉપકરણોનું વેચાણ બંધ કરવા કહ્યું છે, જે સીટ બેલ્ટ (Seat belt) ન પહેરવા પર પણ એલાર્મને વાગતુ બંધ કરે છે. કેન્દ્રીય મંત્રીએ રોયટર્સ સાથેની વાતચીતમાં આ માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઉપકરણ લોકોના જીવનને જોખમમાં મૂકી શકે છે, જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.

સરકારનું પગલું શું છે

રોયટર્સ સાથે વાત કરતા ગડકરીએ કહ્યું કે એમેઝોન પર મળેલી મેટલ ક્લિપ કારના સીટ બેલ્ટની સર્કિટ પૂર્ણ કરે છે, જે એલાર્મ બંધ કરે છે.તેમણે કહ્યું કે સરકારે એમેઝોનને નોટિસ મોકલીને આ ઉપકરણનું વેચાણ રોકવા માટે કહ્યું છે. આ સાથે પીટીઆઈએ એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહ્યું કે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ઈ-કોમર્સ કંપનીઓને પત્ર લખીને સીટ બેલ્ટ એલાર્મને અક્ષમ કરવા માટે ડિઝાઈન કરાયેલા તમામ ઉપકરણોનું વેચાણ બંધ કરવા જણાવ્યું છે. આવા ઉપકરણનું વેચાણ ગેરકાયદેસર નથી. જો કે, સાયરસ મિસ્ત્રી અકસ્માતની તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત જીવલેણ હતો કારણ કે મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા અને તેથી જ એર બેગ પણ કામ કરતી ન હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સરકારે કેમ લીધો આ નિર્ણય

વાસ્તવમાં, કાર કંપનીઓએ આ એલાર્મ એટલા માટે વિકસાવ્યું હતું કે જો સીટ બેલ્ટ ન પહેરવા પર કારની અંદરનું એલાર્મ વાગે અને પેસેન્જર અને ડ્રાઈવર સતર્ક રહે. જો કે ઘણી વખત લોકો દૂર જવાનું ન થતું હોય તો સીટ બેલ્ટ બાંધવાનું ટાળએ છે, અને એલાર્મ અવાજને બંધ રાખવા માટે મેટલ ક્લિપનો ઉપયોગ કરે છે, જેથી પેસેન્જર અથવા ડ્રાઇવરે વાહન ચલાવતી વખતે બેલ્ટ પહેર્યો ન હોય તો પણ, એલાર્મ બંધ રહે છે. જો કે આનાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. કારણ કે ઘણી વખત મુસાફર હાઈવે પરથી નીકળતી વખતે સીટ બેલ્ટ બાંધવાનું ભૂલી જાય છે અને આ ક્લિપને કારણે તેને ચેતવણી પણ મળતી નથી. અને સીટ બેલ્ટ બાંધ્યા વિના વાહનચાલકો માટે વધુ ઝડપે અકસ્માત જીવલેણ બની જાય છે.

Next Article