SBI 6 NPA ની રૂપિયા 406 કરોડની વસૂલાત BAD BANK ને સોંપશે, યાદીમાં ગુજરાતની આ કંપનીના એકાઉન્ટનો પણ સમાવેશ

|

Feb 07, 2022 | 6:45 AM

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખરા(SBI Chairman Dinesh Khara) એ કહ્યું હતું કે બેડ બેંક એટલે કે નેશનલ એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની (NARCL) સંપૂર્ણ રીતે કાર્યરત છે.

SBI 6 NPA ની રૂપિયા 406 કરોડની વસૂલાત BAD BANK ને સોંપશે, યાદીમાં ગુજરાતની આ કંપનીના એકાઉન્ટનો પણ સમાવેશ
SBI તેના 6 નોન-પર્ફોર્મિંગ ખાતાઓ BAD BANK ને સોંપશે

Follow us on

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India) લગભગ રૂ. 406 કરોડના લેણાંની વસૂલાત માટે બેડ બેંકને છ નોન પરફોર્મિંગ એસેટ્સ(Non Performing Assets)ખાતાઓની સંપત્તિ વેચવાની તૈયારી કરી રહી છે. SBI જે ખાતા વેચવાની તૈયારી કરી રહી છે તેમાં પટના બક્તિયારપુર ટોલવે (રૂ. 230.66 કરોડ), સ્ટીલકો ગુજરાત લિમિટેડ (SteelCo Gujarat Ltd)(રૂ. 68.31 કરોડ), GOL ઑફશોર લિમિટેડ (રૂ. 50.75 કરોડ), આંધ્ર ફેરો એલોય્સ (26.73 કરોડ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુરુ આશિષ ટેક્સફેબ (રૂ. 17.07 કરોડ) અને જેનિક્સ ઓટોમેશન પ્રા. લિ. (રૂ. 12.23 કરોડ) યાદીમાં સમાવિષ્ટ છે જેને SBI તરફથી નોટિસ જારી કરવામાં આવી છે.

આ અસ્કયામતોના વેચાણ માટે SBI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ જણાવે છે કે નિયમનકારી માર્ગદર્શિકા અનુસાર અમે આ ખાતાઓને ARC/Bank/NBFC/FIને વેચાણ માટે મૂકી રહ્યા છીએ. પટના બક્તિયારપુર ટોલવે એકાઉન્ટની ઇ-ઓક્શન 23 ફેબ્રુઆરીએ યોજાશે. GOL ઑફશોરની હરાજી 21 ફેબ્રુઆરીએ થશે, જેનિક્સ ઑટોમેશન અને ગુરુ આશિષ ટેક્સફેબની હરાજી 15 ફેબ્રુઆરીએ થશે, સ્ટીલકો ગુજરાતની હરાજી અને આંધ્ર ફેરો એલોય 4 માર્ચે યોજાશે.

આ નાણાકીય વર્ષમાં 50 હજાર કરોડની બેડ લોન ટ્રાન્સફર કરવામાં આવશે

હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખરા(SBI Chairman Dinesh Khara) એ કહ્યું હતું કે બેડ બેંક એટલે કે નેશનલ એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની (NARCL) સંપૂર્ણ રીતે કાર્યરત છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ રૂ.50 હજાર કરોડની કિંમતની 15 બેડ લોન બેડ બેંકમાં ટ્રાન્સફર થશે. બેંકો મળીને બેડ બેંકને 82 હજાર 425 કરોડની લોન ટ્રાન્સફર કરવા માટે સંમત થઈ છે. 50 હજાર કરોડની આ પહેલી ટ્રેન્ચ હશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સરકાર તરફથી 85 ટકા ગેરંટી

ખારાએ કહ્યું કે NARCL બેડ લોનની ખરીદી પર 85 ટકા સરકારી ગેરંટી સાથે સિક્યોરિટી રિસીપટ આપશે. જ્યારે બેંકો તેમની બેડ લોન વેચે છે ત્યારે તેમણે આ લોન માટે જોગવાઈ કરવાની રહેશે નહીં. સપ્ટેમ્બર 2021માં સરકારે રૂ.30600 કરોડની સુરક્ષા ગેરંટી જાહેર કરી હતી. આ ગેરંટી 5 વર્ષ માટે માન્ય રહેશે. તે લોન આ પાંચ વર્ષમાં ઉકેલવી પડશે.

IDRCL ખાનગી બેંકોની જવાબદારી રહેશે

NARCLનું નેતૃત્વ સ્ટેટ બેંકના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર પદ્મ કુમાર નાયર કરશે જ્યારે SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુબ્રતો વિશ્વાસને તેના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IDRCL ની આગેવાની મનીષ માખરિયા કરશે. NARCL જાહેર ક્ષેત્રની એન્ટિટી હશે જ્યારે IDRCL ની પ્રાથમિક રીતે ખાનગી બેન્કોની જવાબદારી હશે.

 

આ પણ વાંચો : સરકાર વૈશ્વિક ઘટનાઓને કારણે ઉભી થનારી કોઈ પણ સ્થિતી માટે તૈયાર, કોર્પોરેટ રિકવરીનો લાભ લો: નાણામંત્રી

 

આ પણ વાંચો : જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ

Next Article