સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકો માટે પર્સનલ લોન(Personal Loan) પર વિશેષ ડિસ્કાઉન્ટ આપ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી(Zero Processing Fees) પર લોન આપશે. ઝીરો પ્રોસેસિંગ ફી ફક્ત 31મી જાન્યુઆરી 2022 પહેલા લીધેલી પર્સનલ લોન પર જ લાગુ થશે. SBIની આ પર્સનલ લોન(SBI Personal Loan) માટે કોઈપણ સમયે અરજી કરી શકાય છે. મતલબ કે જો તમે રાતના સમયે પણ લોન માટે એપ્લાય કરશો તો કોઈ સમસ્યા નહીં થાય. તમારે YONO એપ પર માત્ર ચાર ક્લિક કરવાની રહેશે અને તમને લોન મળી જશે.
જો કે, દરેકને આ લોન મળશે નહીં. જે ગ્રાહકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત કેટલાક નિયમોનું પાલન કરે છે તે જ ગ્રાહકોને લોન મળી શકે છે જેમને લોન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈ શકો છો.
જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકે તાજેતરમાં જ આ ઓફર વિશે ટ્વિટ કર્યું છે. બેંકે પોતાના ટ્વિટમાં પર્સનલ લોન પર આપવામાં આવતી આ ઓફરના ફાયદાઓ વિશે જણાવ્યું છે. બેંકે કહ્યું છે કે ઓછા વ્યાજ દર, શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે અમે તમને સાચું પસંદ કરવામાં મદદ કરીએ છીએ. SBI પર્સનલ લોન માટે ગ્રાહકોએ માત્ર 9.60 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.
આ લોન કેવી રીતે મેળવવી?
આ લોન મેળવવા માટે તમારી પાસે SBIની YONO એપ હોવી જરૂરી છે. જો તમે YONO પર છો અને લોન માટે પાત્ર છો, તો તમે માત્ર ચાર સ્ટેપ્સ અનુસરીને લોન મેળવી શકો છો.
1. સૌ પ્રથમ ગ્રાહકે YONO એપ પર લોગીન કરવું પડશે.
2. આ પછી ગ્રાહકે ‘Avail Now’ પર ટેપ કરવાનું રહેશે.
3. પછી ગ્રાહકે સમય અને રકમ ભરવાની રહેશે.
4. આ પછી ગ્રાહકે એક OTP દાખલ કરવો પડશે જે તેના મોબાઈલ પર આવ્યો હતો. OTP ભર્યા બાદ લોનની રકમ ગ્રાહકના ખાતામાં જમા થઈ જશે.
અરજી કરતા પહેલા તમારી યોગ્યતા તપાસો
જો તમે આ પર્સનલ લોન મેળવી શકો છો કે નહીં તે જાણવા માગો છો, તો તમે 567676 પર SMS દ્વારા પણ જાણી શકો છો. તમારે 567676 નંબર પર <PAPL> <space> <SBI એકાઉન્ટના છેલ્લા ચાર નંબર> મોકલવા પડશે.
આ પણ વાંચો : IPO Update : RateGain IPO છેલ્લા દિવસે 17 ગણો સબ્સ્ક્રાઇબ થયો, Mapmyindia ઇશ્યૂ પહેલા દિવસે સંપૂર્ણ ભરાયો
આ પણ વાંચો : છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી
Published On - 7:17 am, Fri, 10 December 21