SBI Hikes FD Rates: FD પર હવે મળશે વધારે રિટર્ન, SBIએ વધાર્યા વ્યાજદર, જાણો લેટેસ્ટ રેટ

|

Mar 12, 2022 | 7:43 AM

એક વર્ષથી લઈને 10 વર્ષ સુધીની FD પરના વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા આ સમયગાળાની FD પર 3.10 ટકા વ્યાજ મળતું હતું હવે તે 3.60 ટકા વ્યાજ મેળવશે.

SBI Hikes FD Rates: FD પર હવે મળશે વધારે રિટર્ન, SBIએ વધાર્યા વ્યાજદર, જાણો લેટેસ્ટ રેટ
State Bank of India (File Photo)

Follow us on

SBI Hikes FD Rates: બેંકોમાં FD તરીકે પૈસા રાખનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. SBIએ રૂ. 2 કરોડથી વધુની બાળક ડિપોઝીટ ધરાવતી FD પરના વ્યાજ દરમાં 20 થી 40 બેસિસ પોઇન્ટના વધારાની જાહેરાત કરી છે. વ્યાજ દરોમાં ફેરફાર 10 માર્ચ 2022થી અમલમાં આવ્યો છે. SBIની વેબસાઈટ અનુસાર બેંકે 2 કરોડ રૂપિયાથી વધુ FD પર વ્યાજમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 211 દિવસ અને એક વર્ષથી ઓછા સમયની FD પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

હવે આ સમયગાળાની FD પર 3.10 ટકાના બદલે 3.30 ટકા વ્યાજ મળશે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને હવે આ સમયગાળાની એફડી પર 3.80 ટકા વ્યાજ મળશે જે અગાઉ 3.60 ટકા વ્યાજ હતું.

બીજી તરફ એક વર્ષથી લઈને 10 વર્ષ સુધીની FD પરના વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા આ સમયગાળાની FD પર 3.10 ટકા વ્યાજ મળતું હતું હવે તે 3.60 ટકા વ્યાજ મેળવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3.60 ટકાના બદલે 4.10 ટકા વ્યાજ મળશે. નવા વ્યાજ દરો નવી એફડી સાથે મેચ્યોર એફડીના રીન્યુઅલ પર પણ લાગુ થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

SBIની વેબસાઈટ અનુસાર 2 વર્ષથી 3 વર્ષની FD પર વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ 3 થી 5 વર્ષની FD પરના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમને 5.45 ટકા વ્યાજ મળશે. 5 વર્ષથી 10 વર્ષની મુદતવાળી FD પરના વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમને 5.50 ટકા વ્યાજ મળશે.

FDની પાકતી મુદત પહેલા ઉપાડ પર 1 ટકા પેનલ્ટી ચૂકવવી પડશે બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને તમામ સમયગાળાની FD પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે.

હવે ઘરે બેઠા બેંકોની અસુવિધાની કરી શકાશે ફરિયાદ

નાણાકીય સંસ્થાઓ(Financial institutions) અને બેંકો(Banks)ની કામગીરીની ગુણવત્તા સુધારવા RBI દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. RBI દ્વારા બેન્કના ખાતેદારોને SMS મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તમને કોઈપણ બેંક(Bank), NBFC અથવા પેમેન્ટ સિસ્ટમ(Paytment System)થી સમસ્યા હોય તો તમે તેમની સામે ફરિયાદ દાખલ કરી શકો છો. કેન્દ્રીય બેંકે વધુમાં જણાવ્યું છે કે RB-Integrated Ombudsman Scheme અંતર્ગત 14440 ઉપર કોલ કરી ફરિયાદ કરી શકાય છે. આ ઉપરાંત ફરિયાદ માટે ઓઇનલાઇન પદ્ધતિનો પણવિકલ્પ આપવામાં આવ્યો છે. https://cms.rbi.org.in/cms/indexpage.html#eng ઉપર ક્લિક કરી ફરિયાદ કરવાનો વિકલ્પ અપાયો છે.

આ પણ વાંચો : રિલાયન્સ શરૂ કરવા જઈ રહી છે નવી રિટેલ બ્રાન્ડ,  બિગ બજારનું સ્થાન લેશે ‘સ્માર્ટ બજાર’

આ પણ વાંચો : પેટીએમ પેમેન્ટ્સ બેંક પર RBI ની કડક કાર્યવાહી, નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ

Next Article