
જો તમે ઇલેક્ટ્રિક કાર અથવા અન્ય ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો અને તમને લોનની જરૂર છે, તો SBI ગ્રીન કાર લોન અથવા SBI ઇલેક્ટ્રિક વાહન લોન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
આ લોન માટે તમને માત્ર ન્યૂનતમ માપદંડો પૂર્ણ કરવા પડશે. સૌથી મહત્વનું એ છે કે SBI તમારા વાહનની ઓન-રોડ કિંમતના 100% સુધી લોન આપે છે.
1. સરકારી, ડિફેન્સ અથવા સરકારી સંસ્થાઓના કર્મચારીઓ
જો તમે Central Public Sector Enterprise (CPSE), Defence Salary Package (DSP), Paramilitary Salary Package (PMSP) અથવા Indian Coast Guard Salary Package (IGSP) હેઠળ આવો છો,
તો અરજદાર અને/અથવા સહ-અરજદારની કુલ વાર્ષિક આવક ઓછામાં ઓછી ₹3 લાખ હોવી જોઈએ.
આ કેટેગરી હેઠળ તમે તમારી ચોખ્ખી માસિક આવકના 48 ગણા સુધી લોન મેળવી શકો છો.
2. વ્યાવસાયિક, સ્વ-રોજગાર અથવા ઉદ્યોગપતિ
જો તમે વ્યાવસાયિક, સ્વ-રોજગાર વ્યક્તિ, ઉદ્યોગપતિ અથવા માલિકી/ભાગીદારી પેઢી ચલાવો છો,
તો તમારી વાર્ષિક ચોખ્ખી કરપાત્ર આવક અથવા નફો ₹3 લાખથી ઓછો ન હોવો જોઈએ.
સહ-અરજદારની આવક આ રકમમાં ઉમેરી શકાય છે.
આ શ્રેણી હેઠળ, તમે તમારી ચોખ્ખી આવકના 4 ગણા સુધી લોન મેળવી શકો છો, જે ITR (Income Tax Return) મુજબ ગણવામાં આવે છે.
3. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ
જો તમે કૃષિ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ (જેમ કે ડેરી, પોળ્ટ્રી, હોર્ટીકલ્ચર વગેરે) સાથે જોડાયેલા છો,
તો અરજદાર અને સહ-અરજદારની સંયુક્ત ચોખ્ખી વાર્ષિક આવક ઓછામાં ઓછી ₹4 લાખ હોવી જોઈએ.
આ કેટેગરી હેઠળ વાર્ષિક આવકના 3 ગણા સુધી લોન ઉપલબ્ધ છે.
પગારદાર વ્યક્તિઓ માટે:
નોન-પગારદાર / વ્યાવસાયિક / ઉદ્યોગપતિ માટે:
કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે:
સંલગ્ન કૃષિ પ્રવૃત્તિ (જેમ કે ડેરી, મરઘાં, બાગાયતી) માટે:
ઓળખ અને સરનામાના પુરાવા માટે સ્વીકાર્ય દસ્તાવેજો
સરનામાનો પુરાવો (કોઈ એક):
Published On - 3:43 pm, Wed, 19 November 25