SBI ના ગ્રાહકો FD સામે સરળતાથી લઈ શકે છે લોન, જાણો કેટલું ચૂકવવું પડશે વ્યાજ અને શું છે Process?

|

Aug 29, 2022 | 7:43 AM

તમે FDના 75 ટકાથી 90 ટકા રકમ સ્ટેટ બેંકમાંથી લોન તરીકે લઈ શકો છો. આ માટે FDના વ્યાજ દર કરતાં 1 ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે. ધારો કે FD પર 5 ટકા વ્યાજ આપવામાં આવે છે તો તમારે લોન પર 6 ટકા વ્યાજ ચૂકવવું પડશે.

SBI ના ગ્રાહકો FD સામે સરળતાથી લઈ શકે છે લોન, જાણો કેટલું ચૂકવવું પડશે વ્યાજ અને શું છે Process?
State Bank of India

Follow us on

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India – SBI)ના ગ્રાહક છો અને તાત્કાલિક નાણાંની જરૂર હોય તો તમે તમારી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સામે સરળતાથી લોન લઈ શકો છો. અહીં FD નો ઉપયોગ લોન લેવા માટે કોલેટરલ તરીકે કરી શકાય છે. સારી વાત એ છે કે FD સામે લોન લેવા માટે CIBIL સ્કોર ગણવામાં આવતો નથી. સૌથી પહેલા એ જાણી લો કે FD સામે કોણ લોન લઈ શકે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ લોનના ધિરાણ દરમાં વધારો કર્યો છે.  નવા દર 15 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. રિઝર્વ બેંકના રેપો રેટ(Repo Rate)માં વધારો કર્યા બાદ સ્ટેટ બેંકે ધિરાણ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

આ લોન કોણ લઈ શકે છે?

  • ભારતના નાગરિકો
  • સ્વ માલિકી અથવા ભાગીદારી પેઢી
  • એસોસિએશન
  • ટ્રસ્ટ

FD સામે લોનની વિશેષતાઓ

  • FDના કુલ મૂલ્યના 95 ટકા લોન તરીકે લઈ શકાય છે
  • ડિમાન્ડ લોન અને ઓવરડ્રાફ્ટ બંને સુવિધા ઉપલબ્ધ છે
  • ખૂબ જ ઓછો વ્યાજ દર, ઘટતા બેલેન્સ પર વ્યાજ દર પણ ઘટશે
  • શૂન્ય પ્રોસેસિંગ ચાર્જ
  • કોઈ પ્રીપેમેન્ટ દંડ નથી
  • ન્યૂનતમ લોન (ઓનલાઈન ઓવરડ્રાફ્ટ) – રૂ. 5000
  • લોનની મહત્તમ રકમ- રૂ. 5 કરોડ
  • માર્જિન – FD મૂલ્યના 95%
  • એફડીનો કોલેટરલ તરીકે ઉપયોગ કરવો
  • તમે ઇન્ટરનેટ બેંકિંગ, YONO, શાખામાંથી લોન લઈ શકો છો
  • કોઈ પ્રોસેસિંગ ફી નથી
  • વ્યાજ દર- FDના દર કરતાં એક ટકા વધુ વ્યાજ લેવામાં આવશે

તમને કેટલી લોન મળે છે?

તમે FDના 75 ટકાથી 90 ટકા રકમ સ્ટેટ બેંકમાંથી લોન તરીકે લઈ શકો છો. આ માટે FDના વ્યાજ દર કરતાં 1 ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે. ધારો કે FD પર 5 ટકા વ્યાજ આપવામાં આવે છે તો તમારે લોન પર 6 ટકા વ્યાજ ચૂકવવું પડશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

FD સામે લોન કેવી રીતે લેવી

  • SBI નેટ બેન્કિંગમાં લોગિન કરો
  • મેનુમાંથી e-FD વિકલ્પ પસંદ કરો
  • “FD against overdraft” વિકલ્પ પસંદ કરો
  • યાદીમાંથી કોઈપણ એક સક્રિય FD પસંદ કરો અને ઓવરડ્રાફ્ટ લાગુ કરવાની વિનંતી કરો
  • “આગળ વધો” પસંદ કરો અને ઓવરડ્રાફ્ટની રકમ, લાગુ પડતા ઓવરડ્રાફ્ટ વ્યાજ દર અને સમાપ્તિ તારીખ ચકાસો
  • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પાસવર્ડ દાખલ કરો
  • આ સાથે FD સામે લોન માટે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
  • અરજી કર્યાના થોડા દિવસોમાં લોનના નાણાં ખાતામાં જમા થઈ જાય છે. નાણાં તે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં FD લિંક છે. લોન લેવાની આ ખૂબ જ સરળ રીત છે અને તેમાં કોઈ કાગળની જરૂર નથી.

Published On - 7:43 am, Mon, 29 August 22

Next Article