AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Repo Rate: 35 દિવસમાં વ્યાજ દરમાં 0.90 ટકાનો વધારો, વાંચો દર મહિને કેટલા રૂપિયા EMIમાં વધારે ચૂકવવા પડશે

આ પહેલા 4 મેના રોજ રિઝર્વ બેંકે રેપો રેટ (Repo Rate)માં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ સંદર્ભમાં, આરબીઆઈએ 35 દિવસમાં રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ વધ્યો છે તો તમારી લોન પણ મોંઘી થશે અને જ્યારે લોન મોંઘી થશે તો તમારી EMI પણ વધી જશે.

RBI Repo Rate: 35 દિવસમાં વ્યાજ દરમાં 0.90 ટકાનો વધારો, વાંચો દર મહિને કેટલા રૂપિયા EMIમાં વધારે ચૂકવવા પડશે
RBI Repo Rate Increased Again
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:43 AM
Share

ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) ફરી એકવાર રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governer Shaktikanta Das) આજે (8 જૂને, બુધવારે ) જણાવ્યું હતું કે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા 4 મેના રોજ રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ સંદર્ભમાં, આરબીઆઈએ 35 દિવસમાં રેપો રેટ (Repo Rate)માં 0.90 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ વધ્યો છે તો તમારી લોન પણ મોંઘી થશે અને જ્યારે લોન મોંઘી થશે તો તમારી EMI પણ વધી જશે.

4 મેના રોજ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થયો હતો.

ચાલો એક ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો તમને કેવી અસર કરશે. સૌથી પહેલા તમારે જાણવું જોઈએ કે 4 મે પહેલા હોમ લોનના દર 6.70 ટકા હતા. પરંતુ જ્યારે RBIએ 4 મેના રોજ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો ત્યારે તે 4.40 ટકા હતો. રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યા બાદ, ICICI બેંકે પણ હોમ લોનના દરમાં 0.40 ટકાનો વધારો કરીને 6.70 થી 7.10 ટકા કર્યો છે. તે મુજબ હવે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થયો છે, તો તેનો સીધો અર્થ એ થયો કે ICICI બેંક બેંકની હોમ લોન હવે 7.10 ટકાથી વધીને 7.60 ટકા થઈ જશે.

હવે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે

ધારો કે હવે તમે 20 વર્ષ માટે ICICI બેંકમાંથી 30 લાખ રૂપિયાની હોમ લોન લો છો, તો તમારે હવે દર મહિને 7.60 ટકાના દરે 24,351.57 રૂપિયાની EMI ચૂકવવી પડશે. જ્યારે રેપો રેટ 4 ટકા અને હોમ લોન 6.70 ટકા હતો, ત્યારે આ EMI રૂ. 22,721 હતી. પરંતુ જ્યારે આરબીઆઈએ રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યો હતો, ત્યારે હોમ લોનના વ્યાજ દર 6.70 ટકાથી વધીને 7.10 ટકા થયા હતા. તે સમયે EMI વધીને 23,439 રૂપિયા થઈ ગઈ હતી. હવે છેલ્લા 35 દિવસમાં જ્યારે RBIએ રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો છે, ત્યારે તમારી હોમ લોનની EMI દર મહિને 1630 રૂપિયા વધી જશે.

બજારની શું સ્થિતી છે ?

સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 180 પોઈન્ટના ઘટાડાની સાથે મુખ્ય દરોમાં 50 bpsનો વધારો કરવાના આરબીઆઈના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા બુધવારે બેન્ચમાર્ક સૂચકાંકો ઘટ્યા હતા. બીએસઈનો 30 શેરો ધરાવતો બેન્ચમાર્ક ગ્રીન ટ્રેડિંગ બાદ શરૂઆતના કારોબારમાં 180.22 પોઈન્ટ ઘટીને 54,927.12 પર રહ્યો હતો. વ્યાપક NSE નિફ્ટી 51.60 પોઈન્ટ ઘટીને 16,364.75 પર ટ્રેડ કરી રહ્યો હતો.સેન્સેક્સ પેકમાંથી નેસ્લે, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, ભારતી એરટેલ, બ્રિટાનિયા અને ડાબર સૌથી વધુ પાછળ હતા.

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">