SBI Card : કુલ ટ્રાન્ઝેક્શનમાં 50 ટકાથી વધુ હિસ્સો ઓનલાઇન પેમેન્ટનો , લોકોએ નવી પદ્ધતિની હમેશા માટે સ્વીકારી

|

Apr 05, 2021 | 8:46 AM

એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ (SBI Card) દ્વારા થતા વ્યવહારોમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન(Online transactions)નો 50 ટકાથી વધુ હિસ્સો છે.

SBI Card : કુલ ટ્રાન્ઝેક્શનમાં 50 ટકાથી વધુ હિસ્સો ઓનલાઇન પેમેન્ટનો , લોકોએ નવી પદ્ધતિની હમેશા માટે સ્વીકારી
SBI - STATE BANK OF INDIA

Follow us on

એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ (SBI Card) દ્વારા થતા વ્યવહારોમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન(Online transactions)નો 50 ટકાથી વધુ હિસ્સો છે. આમાં કરિયાણાની ચુકવણી, વીજળીના બીલ, વીમા પ્રિમીયમ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીના એક ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે ઓનલાઇન પેમેન્ટના આ વલણમાં હજી વધુ વધારો થવાની ધારણા છે.

દેશમાં કોરોના વાયરસના કેસોમાં તાજેતરમાં થયેલા વધારા અંગે એસબીઆઈ કાર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રામ મોહન રાવ અમરાએ કહ્યું કે, લોકોની ખરીદી વ્યવહારને અસર કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. અમરાએ કહ્યું કે ઓનલાઇન પેમેન્ટએ એક માધ્યમ છે જે આગળ અને વધુ આગળ વધશે. અમરાએ ઉમેર્યું કે હવે એસબીઆઈ કાર્ડમાં 53 ટકાથી વધુ ખર્ચ ઓનલાઇન પેમેન્ટ દ્વારા કરવામાં આવે છે. અગાઉ તે 44 ટકા હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કરિયાણા , પરિધાન, યુટિલિટી બિલની ચુકવણી, વીમા પ્રિમીયમ અને ઓનલાઇન શિક્ષણ જેવી કેટેગરીઓને કારણે ઓનલાઇન પેમેન્ટમાં લગભગ નવ ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, આ કેટેગરીમાં કંપનીએ ઓનલાઇન ખર્ચમાં અચાનક વધારો કર્યો છે. અમારું માનવું છે કે તે ઓનલાઇન યથાવત રહેશે. લોકો હવે આ આરામદાયક સ્થિતિને પસંદ કરી રહ્યા છે. તે કોવિડ છે કે નહીં તેનો ફર્ક પડતો નથી. “

Next Article