SBI એ 40 કરોડ ગ્રાહકોને કર્યા Alert ! ઓનલાઇન પૈસા ટ્રાન્સફર નહિ કરી શકો જો તરત ન કર્યું આ કામ

|

Apr 16, 2021 | 8:55 AM

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ તેના ગ્રાહકના નામે એક મહત્વપૂર્ણ માહિતી જારી કરી છે. આ માહિતી IFSC અને તેનાથી સંબંધિત લાભાર્થીઓ વિશે છે.

SBI એ 40 કરોડ ગ્રાહકોને કર્યા Alert ! ઓનલાઇન પૈસા ટ્રાન્સફર નહિ કરી શકો જો તરત ન કર્યું આ કામ
State Bank of India

Follow us on

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ તેના ગ્રાહકના નામે એક મહત્વપૂર્ણ માહિતી જારી કરી છે. આ માહિતી IFSC અને તેનાથી સંબંધિત લાભાર્થીઓ વિશે છે. સ્ટેટ બેંકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના પંજાબ નેશનલ બેંકમાં મર્જર થયા પછી, ગ્રાહકોએ તેમના જૂના બેનીફીશરીને ખાતામાંથી કાઢી નાખવા જોઈએ. બાદમાં ફરીથી નવા IFSC માં નોંધણી કરાવવી જોઈએ.

સ્ટેટ બેંકે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે પેમેન્ટ ફેઇલ્યર થી બચવા માટે ગ્રાહકોએ બેનીફીશરી લિસ્ટ ફરીથી રજીસ્ટર કરવી જરૂરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે UBI અને OBC બેંક પંજાબ નેશનલ બેંકમાં ભળી ગયા છે. હવે આખો IFSC કોડ પણ બદલાઈ ગયો છે. પરંતુ જો એસબીઆઇ ગ્રાહક હજી પણ જૂના કોડ સાથે લાભાર્થીના રેકોર્ડ્સ યથાવત રાખે છે તો પછી ચુકવણી કરવામાં સમસ્યા હશે અને ટ્રાન્સફર નિષ્ફળ જશે. નવો IFSC કોડ નોંધાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 


બેન્કિંગ સિસ્ટમમાં તાજેતરના ફેરફારો પછી સ્ટેટ બેંકે તેની તમામ 1295 શાખાઓ માટે નવા કોડ જારી કર્યા છે અને તે મુજબ IFSC કોડ્સ બદલાય છે. આવી સ્થિતિમાં જો કોઈ જૂના IFSC કોડ દ્વારા PNB સાથે ટ્રાંઝેક્શન કરવા માંગે છે તો તેનો વ્યવહાર નિષ્ફળ થઈ શકે છે. તેનાથી બચવા માટે SBI એ ફરીથી લાભકર્તાના નામની નોંધણી કરવાની અપીલ કરી છે.

પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવશે
બેંકોના મર્જર પહેલાં કોઈ સમસ્યા નહોતી પરંતુ હવે UBI અને OBC પંજાબ નેશનલ બેંકનો ભાગ છે. PNB એ IFSC ની નવી યાદીપણ બહાર પાડી છે. હવે મર્જ પહેલાંના આઈએફએસસી કોડ કામ કરશે નહીં. તેથી જો ચુકવણી નિષ્ફળ ન થાય તે માટે નવા આઈએફએસસી કોડની નોંધણી કરવી જરૂરી રહેશે.

ગ્રાહકે શું કરવું
મોબાઇલ અથવા ઇન્ટરનેટ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવું એ એક સરળ રીત છે. તે સલામત તેમજ ઝડપી છે. જો તમારે મોબાઇલ એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવા હોય તો લાભાર્થી નો રેકોર્ડ એપ્લિકેશનમાં રેકોર્ડ કરવો પડશે. તેમાં નામ, એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ દાખલ કરવો પડશે. એસબીઆઈના ટ્વિટ મુજબ, જો ગ્રાહક ઇચ્છે છે કે ચુકવણી નિષ્ફળ ન થાય તો યુબીઆઈ અને ઓબીસીના લાભાર્થીઓના આઈએફએસસી કોડને સુધારવામાં આવે તે જરૂરી છે. જૂની એન્ટ્રી કાઢી નાખો અને ફરી નવી ઉમેરો.

Next Article