શું મુકેશ અંબાણીની RIL પર છે સાઉદી અરમાકોની નજર ?

|

Apr 17, 2019 | 3:07 AM

વિશ્વની સૌથી વધારે નફો કરવાવાળી કંપની સાઉદી અરમાકો અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે સૌથી મોટી ડીલ થવાની સંભાવના છે. અરામકો દ્વારા RILની રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસનો 25% હિસ્સો ખરીદવા માટે બંને લોકોની વચ્ચે ગંભીર વાતચીત ચાલી રહી છે. સાઉદી અરબની સાઉદી અરમાકો વિશ્વની સૌથી મોટી તેલની નિકાસ કરતી કંપની છે. તેમને […]

શું મુકેશ અંબાણીની RIL પર છે સાઉદી અરમાકોની નજર ?

Follow us on

વિશ્વની સૌથી વધારે નફો કરવાવાળી કંપની સાઉદી અરમાકો અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે સૌથી મોટી ડીલ થવાની સંભાવના છે.

અરામકો દ્વારા RILની રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસનો 25% હિસ્સો ખરીદવા માટે બંને લોકોની વચ્ચે ગંભીર વાતચીત ચાલી રહી છે. સાઉદી અરબની સાઉદી અરમાકો વિશ્વની સૌથી મોટી તેલની નિકાસ કરતી કંપની છે. તેમને રિલાયન્સમાં ચાર મહિના પહેલા રસ દાખવ્યો હતો.

TV9 Gujarati

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

 

સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ફેબ્રુઆરી મહિનામાં ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આ ડીલ પર વાતચીત ચાલી રહી છે.

આ મામલે જુન મહિનાની આસપાસ વેલ્યૂએશન પર ડીલ થઈ શકે છે. થોડો હિસ્સો વેચવાથી RIL પાસે 10-15 અરબ ડૉલર આવી શકે છે. જ્યારે RILનો રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ લગભગ 55-60 અરબ ડૉલરનો છે. થોડ દિવસ પહેલા RILના શેરની કિંમત 122 અરબ ડૉલર હતી.

આ ડીલનો પ્રસ્તાવ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ગોલ્ડમેન સેકસે મૂકયો છે તેવુ કહેવામાં આવે છે. નાણાંકીય ક્ષેત્રના જાણકારે કહ્યુ કે RILએ ખૂબ વિકાસ કર્યો છે. ઊર્જાથી લઈને રિટેલ અને ટેલિકોમ ક્ષેત્ર સુધી. RILએ ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોને પૈસા આપ્યા છે. જેના કારણે દેવુ 3 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે.

ડિસેમ્બરમાં ઉદયપુરમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશાની પ્રી-વેડિંગ પાર્ટીમાં સાઉદીના મિનિસ્ટર ખાલિદ અલ ફાલિહ આવ્યા હતા. તે દરમિયાન તેમને સાર્વજનિક રૂપે ભારતની રિફાઈનિંગ ક્ષમતાને વધારવાની દિશામાં રિલાયન્સ સહિત અન્ય કંપનીઓની સાથે અરામકો દ્વારા જોઈન્ટ વેન્ચર શરૂ કરવાની વાત કરી હતી.

ભારતમાં 2040 સુધી ક્રૂડ ઓઇલનો વપરાશ 1 કરોડ BPD થવાનું અનુમાન છે. ભારત અમેરિકા અને ચીન પછી સૌથી વધારે ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરે છે. ભારતમાં એક દિવસમાં 40 લાખ બેરલનો ઉપયોગ થાય છે. સાઉદી અરામકોના પ્રવક્તાએ કહ્યુ કે તે આ મામલે ઝડપી પ્રતિક્રિયા આપશે. અરામકોએ ફેબ્રુઆરીમાં કહ્યુ હતુ કે ભારતીય સ્ટેટ ઓઈલ કંપનીઓ મહારાષ્ટ્રમાં ગ્રીનફિલ્ડ રિફાયનરી બનાવવા જઈ રહી છે. જેની ક્ષમતા 12 લાખ BPD હશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article