સર્વજન હિતાય અભિયાન, વિશ્વ વેપાર સંગઠનમાં કોરોના વેક્સિનને પેટન્ટથી બહાર રાખવા ભારતની અપીલ

|

Mar 06, 2021 | 1:10 PM

ભારત વિશ્વભરમાં વેક્સિન પૂરી પાડવાના અભિયાનમાં લાગેલું છે. અને આ અભિયાનને વેગ મળે તે માટે વિશ્વ વેપાર સંગઠનમાં ભારતે કોરોના વેક્સિનને પેટન્ટથી બહાર રાખવા અપીલ કરી છે.

સર્વજન હિતાય અભિયાન, વિશ્વ વેપાર સંગઠનમાં કોરોના વેક્સિનને પેટન્ટથી બહાર રાખવા ભારતની અપીલ
સર્વજન હિતાય

Follow us on

ભારત આ દિવસોમાં વિશ્વમાં વ્યાજબી ભાવે કોરોના વેક્સિન પૂરી પાડવાના અભિયાનમાં છે. અને આ અભિયાન માટે ભારત કોરોના વેક્સિનને પેટેન્ટના નિયામોથી બહાર લાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ પ્રયાસ હેઠળ ભારતે વિશ્વ વેપાર સંગઠન (WTO) પાસે કોરોના વેક્સીનને ટ્રેડ રિલેલેટેડ આસ્પેક્ટ્સ ફંડ ઇંટેલેક્ચ્યુઅલ પ્રોપટી (ટ્રિપ્સ)થી બહાર રાખવાની અરજી કરી હતી. એનો મતલબ એમ થાય છે કે વ્યવસાય સાથે જોડાયેલો અધિકારની બહાર વેક્સિનને કાઢવામાં આવે.

ભારત સાથે વિશ્વના 57 દેશો

વિશ્વના 57 દેશો આ પ્રયાસમાં ભારતને સમર્થન આપી રહ્યા છે. આમાંથી 35 દેશો સૌથી ઓછા વિકસિત દેશો (એલડીસી) છે. જોકે અમેરિકા અને યુરોપના ઘણા વિકસિત દેશો ભારતના પ્રસ્તાવની તરફેણમાં નથી. શુક્રવારે ઇટાલીએ ઓસ્ટ્રેલિયાના ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના 2.5 મિલિયન ડોઝના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુરોપિયન યુનિયન પણ ઇટાલીના આ પગલાને સમર્થન આપે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારત મોટો નિકાસકાર દેશ બનશે

નિષ્ણાંતોના મતે વેક્સિન અંગે વિકસિત દેશોના આ વલણને ધ્યાનમાં રાખીને, તેને ટ્રીપ્સમાંથી બહાર લાવવું અત્યંત મહત્વનું બની ગયું છે. તેઓ એમ પણ માને છે કે જો રસીને ટ્રીપ્સમાંથી બાકાત રાખવામાં આવે તો ભારત તેનો સૌથી મોટો નિકાસકાર અને સપ્લાયર બનશે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે વિશ્વનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ટ્રીપ્સથી કોરોના રસીને બહાર રાખવાના પ્રસ્તાવનું ખુલ્લેઆમ સમર્થન કરશે.

વેક્સિન ઉત્પાદન થશે સરળ

ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં WTOને ભારતે કહ્યું હતું કે કોરોના વેક્સિનને ટ્રિપ્સથી બહાર ના લાવવા પર ખરબો ડોલરના વૈશ્વિક ઉત્પાદનને નુકશાન જશે. ટ્રિપ્સથી બહાર રાખવા પર કોરોના વેક્સિનનું ઉત્પાદન આસાન થઇ જશે. પરંતુ અમેરિકા, યુરોપ, અને જાપાન આ માંગની વિરુદ્ધમાં છે. જોકે ધીરે ધીરે ભારતનું સમર્થન વધી રહ્યું છે. યુરોપના 115 સદસ્યોએ ભારતને સમર્થન આપ્યું છે.

ટ્રિપ્સથી છૂટકારા પર ભારતને ફાયદો

ડ્રગ નિકાસ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ દિનેશ દુઆ કહે છે કે વિશ્વવ્યાપી વેક્સિનનો 60 ટકા હિસ્સો ભારતમાં બનાવવામાં આવે છે. ભારતમાં રસી બનાવવા માટે સૌથી વધુ ક્ષમતા છે. જો કોરોના રસીને ટ્રિપ્સમાંથી બાકાત રાખવામાં આવે તો ભારત રસીનું સૌથી મોટું ઉત્પાદક તેમ જ સૌથી મોટો નિકાસ કરનાર દેશ બનશે. નિષ્ણાંતો કહે છે કે તેનો બીજો ફાયદો ભારતના વૈશ્વિક ક્ષેત્રમાં પ્રવેશ થશે.

Next Article