સરકારનો મોટો નિર્ણય,ચીન સહિત આ દેશોમાંથી ભારતમાં કલર ટીવી આયાત પર લાગ્યો પ્રતિબંધ

|

Jul 31, 2020 | 10:43 AM

કેન્દ્ર સરકારે ગુરૂવારે કલર ટેલીવિઝન (Color Television)ની આયાત પર પ્રતિબંધ લગાડી દીધો છે, આ પગલાનો હેતુ સ્થાનિક ઉત્પાદનમાં વધારો(Domestic Manufacturing) અને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ચીન જેવા દેશોમાંથી બિનજરૂરી સામાનની આયાતમાં ઘટાડો લાવવાનો હેતુ પણ છે. ફોરેન બિઝનેશ વિભાગે તેના એક પરિપત્રમાં જણાવ્યું છે કે કલર ટીવીની આયાત નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને […]

સરકારનો મોટો નિર્ણય,ચીન સહિત આ દેશોમાંથી ભારતમાં કલર ટીવી આયાત પર લાગ્યો પ્રતિબંધ
http://tv9gujarati.in/sarkar-no-moto-n…v-import-par-ban/

Follow us on

કેન્દ્ર સરકારે ગુરૂવારે કલર ટેલીવિઝન (Color Television)ની આયાત પર પ્રતિબંધ લગાડી દીધો છે, આ પગલાનો હેતુ સ્થાનિક ઉત્પાદનમાં વધારો(Domestic Manufacturing) અને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ચીન જેવા દેશોમાંથી બિનજરૂરી સામાનની આયાતમાં ઘટાડો લાવવાનો હેતુ પણ છે. ફોરેન બિઝનેશ વિભાગે તેના એક પરિપત્રમાં જણાવ્યું છે કે કલર ટીવીની આયાત નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તેમની આયાત નીતિ કે જે પહેલા મુક્ત હતી તેને પ્રતિબંધિત શ્રેણીમાં લાવવામાં આવ્યું છે.

કોઈ વસ્તુને પ્રતિબંધિત શ્રેણીમાં રાખવાનો મતલબ છે કે તે સામાનને આયાત કરવા વાળા વેપારીઓને કોમર્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવવા વાળા DGFTથી ઈમ્પોર્ટ લાયસન્સ લેવું પડશે. ભારતમાં કલર ટીવીનું ચીન સૌથી મોટું નિકાસકાર છે તેના પછી વિયેતનામ,મલેશિયા, હોંગકોંગ, કોરીયા, ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ અને જર્મની જેવા દેશોનું સ્થાન આવે છે. કેન્દ્ર સરકારે 36 સેમીથી લઈ 105 સેમીનાં સ્ક્રીન વાળા TV SET પર પ્રતિબંધ લગાડી દીધો.63 સેમીથી ઓછા સ્ક્રીન સાઈઝ વાળા લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) વાળા TV SET પર પણ પ્રતિબંધ યથાવત રહેશે.

નાંણાકિય વર્ષ 2019-20ની વાત કરીએ તો ભારતમાં કુલ 781 મિલિયન ડોલર કિંમતનાં TV SETને આયાત કર્યા હતા, જેમાં સૌથી વધારે હિસ્સેદારી વિયેતનામ અને ચીનની હતી. ચીનમાંથી ભારતે પાછલા નાંણાકિય વર્ષમાં 428 મિલિયન ડોલરનાં TVની આયાત કરી હતી તો વિયેતનામ માટે આ આંકડો 293 મિલિયન ડોલરનો હતો. આ મામલા પર પૈનાસોનિક ઈન્ડિયા (Panasonic India)નાં CEO તેમજ અધ્યક્ષ મનીષ શર્માએ કહ્યું હતું કે હવે ગ્રાહકોને ઉચ્ચ ક્વોલિટીનાં એસેમ્બલ્ડ ટીવી સેટ્સ મળશે. ચોક્કસપણે ડોમેસ્ટીક એસેમ્બલીંગનું તેના પર સકારાત્મક પ્રભાવ પડશે. કેટલીક પ્રમુખ બ્રાંડે તો પહેલેથી જ ભારતમાં પોતાના મેન્યુફેક્ચરીંગ એકમ ખોલી રાખ્યા છે જેનાથી પણ કોઈ ફરક નથી પડવાનો, તેમણે એ પણ ઉમેર્યું કે સરકારનાં આ પગલાથી પ્રકિયાનાં સ્તર પર જરૂર અસર આવશે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

Next Article