Sapphire Foods IPO: Devyani International બાદ વધુ એક KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવશે રોકાણની તક , જાણો વિગતવાર

|

Aug 20, 2021 | 8:19 AM

હાલના સમયમાં રોકાણકારોનો સૌથી વધુ IPO તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે. દેવયાની ઇન્ટરનેશનલ પછી વધુ એક KFC, પિઝા હટ ઓપરેટર કંપનીએ IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા છે. સેફાયર ફૂડ્સ(Sapphire Foods)ની IPO પ્રક્રિયા ઝડપથી આગળ વધરવા પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સેફાયર ફૂડ્સ ભારતીય ઉપખંડમાં આવકની દ્રષ્ટિએ YUM બ્રાન્ડની સૌથી મોટી […]

Sapphire Foods IPO: Devyani International બાદ વધુ એક KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવશે રોકાણની તક , જાણો વિગતવાર
Sapphire Foods IPO

Follow us on

હાલના સમયમાં રોકાણકારોનો સૌથી વધુ IPO તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે. દેવયાની ઇન્ટરનેશનલ પછી વધુ એક KFC, પિઝા હટ ઓપરેટર કંપનીએ IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા છે. સેફાયર ફૂડ્સ(Sapphire Foods)ની IPO પ્રક્રિયા ઝડપથી આગળ વધરવા પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સેફાયર ફૂડ્સ ભારતીય ઉપખંડમાં આવકની દ્રષ્ટિએ YUM બ્રાન્ડની સૌથી મોટી ફ્રેન્ચાઈઝ ઓપરેટર છે.

નાણાકીય વર્ષ 2022 માં કંપનીની આવક તુલનાત્મક રીતે સૌથી વધુ હતી. 1,75,69,941 ઇક્વિટી શેર Sapphire Foodsના IPOઓ હેઠળ વેચવામાં આવશે. આ IPO વેચાણ માટે સંપૂર્ણ ઓફર ફોર સેલ રાખશે. આ શેર કંપનીના હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે.

ઓફર ફોર સેલ
ઓફર ફોર સેલમાં QSR મેનેજમેન્ટ ટ્રસ્ટ( QSR Management Trust) 8.5 લાખ ઇક્વિટી શેર વેચશે જ્યારે સેફાયર ફૂડ્સ મોરેશિયસ(Sapphire Foods Mauritius) 55,69,533 ઇક્વિટી શેર વેચશે. WWD RUBY 48,46,706 ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

એમિથિસ્ટ(Amethyst) 39,61,737 ઇક્વિટી શેર વેચશે જ્યારે AAJV Investment Trust 80,169 ઇક્વિટી શેર વેચશે. એડલવાઇસ ક્રોસઓવર ઓપર્ચ્યુનિટીસ (Edelweiss Crossover Opportunities) દ્વારા 16,15,569 ઇક્વિટી શેર વેચશે. એડલવાઇસ ક્રોસઓવર(Edelweiss Crossover) 6,46,227 ઇક્વિટી શેર વેચશે.

તાજેતરમાં શર્મા કેપિટલ અને YUM બ્રાન્ડના સૌથી મોટા ફ્રેન્ચાઇઝી ઓપરેટર દ્વારા પ્રમોટ કરેલા સેફાયર ફૂડ્સે(Sapphire Foods) ખાનગી ઇક્વિટી રોકાણકારો પાસેથી 1.15 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

આ રોકાણકારોમાં Creador, NewQuest Capital Partners और TR Capitalનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય કે Sapphire Foods KFC, Pizza Hut અને Taco Bell નામથી 437 રેસ્ટોરન્ટ ચલાવે છે. કંપનીમાં Samara Capital, Goldman Sachs, CX Partners, Creador અને Edelweiss રોકાણ ધરાવે છે.

Devyani International નું લિસ્ટિંગ 56% પ્રીમિયમ પર થયું હતું .
દેવયાની ઇન્ટરનેશનલ શેર 56% પ્રીમિયમ પર લિસ્ટ થઇ છે. BSE પર તે 141 રૂપિયા લિસ્ટ થઇ હતી.. કંપનીની ઈશ્યુ પ્રાઈસ 90 રૂપિયા હતી. આજે NSE પર લિસ્ટીંગ 56 ટકા પ્રીમિયમ સાથે 140.90 રુપિયા પર થઇ હતી.

ચાલુ વર્ષે 40 નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ
આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 40 નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ છે. આ કંપનીઓએ લગભગ 68,000 કરોડ એકત્ર કર્યા છે. RBIના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્થાનિક યુનિકોર્ન સાહસો આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરે તો વર્ષ 2021 આઈપીઓ વર્ષ (IPO Year) બની શકે છે. આ આઈપીઓ સાથે જ્યારે સ્થાનિક શેરબજારોમાં તેજી છે ત્યારે તેઓ વૈશ્વિક રોકાણકારોને પ્રેરિત કરવા માટે કામ કરી રહ્યા છે. યુનિકોર્ન એક અબજ ડોલરની માર્કેટ મૂડી સાથેના સ્ટાર્ટ-અપ્સ છે.

 

આ પણ વાંચો :  IPO માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સ મોટા ખેલાડી સાબિત થઇ રહ્યા છે, નવી કંપનીઓની લિસ્ટિંગમાં ઝડપી વધારો

 

આ પણ વાંચો :  Emcure Pharma IPO : આવી રહી છે કમાણીની તક, આ ફાર્મા કંપની 4500 કરોડનો IPO લાવશે , જાણો કંપની અને યોજનાઓ વિશે અહેવાલમાં

Next Article