Sabka Sapna Money Money: 5 Mutual Funds એ 5 વર્ષમાં રોકાણના નાણાને કરી દીધા બમણા, જાણો કયા ફંડે કેટલુ રિટર્ન આપ્યુ

આ ફંડ્સ બજારની વધઘટ દરમિયાન પણ અન્ય કેટેગરીની તુલનામાં સ્થિર રહે છે.જેથી લાંબા ગાળે તેમાં સારુ વળતર પ્રાપ્ત થાય છે. જેથી અમે તમને ટોપના 5 લાર્જ કેપ ફંડ્સ વિશે જણાવીશું, જેણે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યુ છે.

Sabka Sapna Money Money: 5 Mutual Funds એ 5 વર્ષમાં રોકાણના નાણાને કરી દીધા બમણા, જાણો કયા ફંડે કેટલુ રિટર્ન આપ્યુ
| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:43 AM

Mutual Fund : રોકાણ કરવા માટે અત્યારના સમયમાં Mutual Fundsને ખૂબ સારો વિકલ્પ ગણવામાં આવે છે. Mutual Fundમાં રોકેલા નાણાં લાંબા ગાળે ખૂબ જ સારુ રિટર્ન આપતા હોય છે જો કે તમે પણ રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો અમે તમને કેટલાક એવા Mutual Fund વિશે જણાવીશું, જેણે 5 વર્ષમાં રોકાણની રકમને લગભગ બમણા કરતા પણ વધુ કરી દીધી છે.

આ ફંડ્સ બજારની વધઘટ દરમિયાન પણ અન્ય કેટેગરીની તુલનામાં સ્થિર રહે છે.જેથી લાંબા ગાળે તેમાં સારુ વળતર પ્રાપ્ત થાય છે. જેથી અમે તમને ટોપના 5 લાર્જ કેપ ફંડ્સ વિશે જણાવીશું, જેણે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યુ છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money: Gold ETF શું છે, તહેવારોની સિઝનમાં કેવી રીતે નાણાંનું રોકાણ કરવુ ? જાણો તમામ માહિતી

Canara Robeco Bluechip Equity Fund

Canara Robeco Bluechip Equity Fundમાં રોકાણકારોને 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 17.39 ટકા જેટલુ વળતર મળ્યું છે. આ યોજનામાં 1 લાખ રૂપિયાના એકસાથે રોકાણનું મૂલ્ય આજે 2.23 લાખ રૂપિયા છે. તેમાં ઓછામાં ઓછા રૂ. 5000નું એકસાથે રોકાણ કરી શકાય છે. જ્યારે લઘુત્તમ SIP રકમ એક હજાર રૂપિયા છે.

Nippon India Large Cap Fund

Nippon India Large Cap Fund માં રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16.95 ટકા વળતર મળ્યું છે. આ યોજનામાં એક લાખ રૂપિયાના રોકાણનું મૂલ્ય આજે 2.19 લાખ રૂપિયા છે. તમે આમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું એકસાથે રોકાણ કરી શકાય છે. તેમાં લઘુત્તમ SIP રકમ એક હજાર રૂપિયા છે.

Baroda BNP Paribas Large Cap Fund

Baroda BNP Paribas Large Cap Fundમાં રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16.75 ટકા વળતર મળ્યું છે. આ યોજનામાં 1 લાખ રૂપિયાના એકસાથે રોકાણનું મૂલ્ય આજે 2.17 લાખ રૂપિયા છે. તેમાં ઓછામાં ઓછા 5000 રુપિયાનું એકસાથે રોકાણ કરી શકાય છે. તેમાં લઘુત્તમ SIP રકમ 500 રૂપિયા છે.

Kotak Bluechip Fund

Kotak Bluechip Fund માં રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16.50 ટકા વળતર મળ્યું છે. આ યોજનામાં 1 લાખ રૂપિયાના એકસાથે રોકાણનું મૂલ્ય આજે 2.14 લાખ રૂપિયા છે. તેમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું એકસાથે રોકાણ કરી શકાય છે. તેમાં લઘુત્તમ SIP રકમ 100 રૂપિયા છે.

SBI Bluechip Fund

SBI Bluechip Fundમાં રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16.19 ટકા વળતર મળ્યું છે. આ યોજનામાં એક લાખ રૂપિયાના રોકાણનું મૂલ્ય આજે 2.12 લાખ રૂપિયા છે. તેમાં ઓછામાં ઓછા રૂ. 5000નું એકસાથે રોકાણ કરી શકાય છે. તેમાં લઘુત્તમ SIP રકમ 500 રૂપિયા છે.

(સ્રોત: AMFI, NAV- 10 ઓક્ટોબર, 2023 સુધી)

Large Cap Funds શું છે

Large Cap Fundsમાં તમારા નાણાંનું લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. કોઈ ક્ષેત્રની અગ્રણી કંપનીમાં નાણાંનું રોકાણ કરવામાં આવે તો જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે. આ કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી રોકાણકારોને સતત વળતર આપે છે. જો લાંબા ગાળા માટે લાર્જ કેપમાં રોકાણ કરવામાં આવે તો તે ઓછા જોખમનું મલ્ટિબેગર રોકાણ સાબિત થાય છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો