MONEY9: પુતિન ‘ઝુકેગા નહીં’, ક્રૂડના ભાવ ‘તૂટેગા નહીં’

|

Feb 28, 2022 | 4:16 PM

રશિયા-યુક્રેન (Russia-Ukraine) તણાવથી ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યાં છે. ભારતના વૃદ્ધિદરનો એક આધાર ક્રૂડના ભાવ છે અને તે 100 ડૉલરની ઉપર પહોંચી ગયા છે, તો આપણા જીડીપી ગ્રોથ પર તેની ગંભીર અસર પડવાની સંભાવના છે.

યુક્રેન (UKRAINE) પર રશિયા (RUSSIA)એ એટેક કરતાં ક્રૂડ ઓઈલ (CRUDE OIL)ના ભાવ ભડકે બળી રહ્યાં છે. બજારમાં પ્રતિ બેરલ ક્રૂડનો ભાવ 100 ડૉલરને પાર થઈ ગયો છે અને ભારતનાં નીતિ-ઘડવૈયાઓનો પરસેવો છૂટી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સ્વીકાર્યું છે કે, આ સ્થિતિ ચિંતાજનક છે. તેમની ચિંતા પણ વાજબી છે, કારણ કે, ભારત તેની જરૂરિયાતનું 80 ટકા તેલ તો આયાત કરે છે.

ક્રૂડના ભાવ લગભગ 8 વર્ષ બાદ, ફરી 100 ડૉલરને પાર થઈ ગયા છે. અહીં સવાલ એ થાય છે કે, આપણા બજેટનું શું થશે? જેનો આખોયે હિસાબ તો, ક્રૂડ ઓઈલની કિંમત 75 ડૉલરે રહેશે તેવી ગણતરી માંડીને કર્યો હતો!

 

આ પણ જુઓ

MONEY9: ઘર આપવામાં વિલંબ કરતા બિલ્ડરથી પરેશાન ઘર ખરીદદારો માટે સુપ્રીમ કોર્ટનો RERAનો કોરડો

આ પણ જુઓ

MONEY9: સ્ટાર્ટ અપ કંપનીઓમાં રોકાણ કરનારાઓની હાલત કેવી છે ?

Published On - 9:11 pm, Fri, 25 February 22

Next Video