રશિયાને મળ્યો ક્રૂડનો મોટો ખજાનો, ભારત માટે પણ મોટી તક, મોંઘા તેલનું ટેન્શન દૂર થશે

રશિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ભંડારમાં 82 મિલિયન ટન તેલ હોઈ શકે છે. રોસનેફ્ટે માહિતી આપી હતી કે આ રિઝર્વ આ વિસ્તારમાં ડ્રિલિંગ ઓપરેશન દરમિયાન મળી આવ્યું છે.

રશિયાને મળ્યો ક્રૂડનો મોટો ખજાનો, ભારત માટે પણ મોટી તક, મોંઘા તેલનું ટેન્શન દૂર થશે
Petrol Pump - File Image
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 06, 2022 | 1:48 PM

રશિયા સાથે ઓઈલ બિઝનેસ વધારવો એ ભારત માટે ફાયદાકારક નિર્ણય સાબિત થવા જઈ રહ્યો છે. રશિયન દિગ્ગજ કંપની રોઝનેફ્ટે જાહેરાત કરી છે કે તેને પેચોરા સમુદ્રમાં કાચા તેલ(Crude)નો મોટો ભંડાર મળ્યો છે. આ સમાચાર ભારત માટે પણ ખૂબ જ સકારાત્મક છે કારણ કે ભારતે રશિયાના પૂર્વીય ભાગોમાં રોકાણ (investment)કર્યું છે. આ સાથે ભારત રશિયાની તેલ ખરીદીમાં મુખ્ય સાથી બની રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયામાં કરવામાં આવેલી નવી શોધનો લાભ ભારતને મળે તેવી પૂરી સંભાવના છે. તેલ ક્ષેત્ર આર્કટિક પ્રદેશમાં જોવા મળે છે. આ સાથે સપ્લાય શરૂ કરવામાં સમય લાગશે જો કે સહયોગી હોવાને કારણે ભારતને ભવિષ્યમાં આ શોધથી નવી તકો મળશે. સાથે જ મોંઘા તેલનું ટેન્શન પણ દૂર થઈ જશે.

તેલનો ભંડાર કેટલો વિશાળ છે ?

રશિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ભંડારમાં 82 મિલિયન ટન તેલ હોઈ શકે છે. રોસનેફ્ટે માહિતી આપી હતી કે આ રિઝર્વ આ વિસ્તારમાં ડ્રિલિંગ ઓપરેશન દરમિયાન મળી આવ્યું છે. તેણે દરરોજ 220 ચોરસ મીટરના મહત્તમ પ્રવાહ દર સાથે તેલ શોધી કાઢ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર તેલની ગુણવત્તા સારી છે. બીજી તરફ, ભારત નવા રૂટની મદદથી આર્કટિક ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તેલ અને ગેસનો લાભ લેવા માંગે છે. INSTC એ ચીનના BRIનો વિકલ્પ છે અને પરંપરાગત 40-દિવસના વેપાર માર્ગની સામે રશિયાથી 25-દિવસનો વેપાર માર્ગ ઓફર કરે છે. એટલે કે આ રીતે ભારત ઓછા સમયમાં માલની આયાત કરી શકશે. આ રૂટમાં રશિયા, અઝરબૈજાન, ઈરાન અને ભારત સામેલ છે.

રશિયા ભારતને સસ્તું તેલ આપી રહ્યું છે

ભારત ક્રૂડ ઓઈલ બિઝનેસમાં રશિયાના મહત્વના સાથી તરીકે ઉભરી આવ્યું છે. રશિયા ભારતને ખૂબ જ આકર્ષક દરે તેલ વેચી રહ્યું છે, તેથી જ ભારતીય ઉદ્યોગપતિઓ પણ રશિયા પાસેથી ભારે ખરીદી કરી રહ્યા છે. ગયા મહિને જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર, એપ્રિલથી અત્યાર સુધીમાં ભારતની રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત 50 ગણી વધી ગઈ છે અને કુલ આયાત કરાયેલા તેલમાં તેનો હિસ્સો વધીને 10 ટકા થઈ ગયો છે. યુક્રેન-રશિયા યુદ્ધ પહેલા ભારત દ્વારા આયાત કરવામાં આવતા તેલમાં રશિયાનો હિસ્સો માત્ર 0.2 ટકા હતો. ખાનગી કંપનીઓ – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જીએ 40 ટકા રશિયન તેલ ખરીદ્યું છે. ગયા મહિને રશિયાએ ભારતના બીજા સૌથી મોટા તેલ સપ્લાયર તરીકે સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધું હતું. રશિયાએ ભારતને ભારે ડિસ્કાઉન્ટ સાથે ક્રૂડ ઓઈલ ઓફર કર્યું છે. ભારતીય રિફાઇનરી કંપનીઓએ મે મહિનામાં લગભગ 25 મિલિયન બેરલ રશિયન તેલ ખરીદ્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati