
ડોલરના મુકાબલે રુપિયો 2 ડિસેમ્બરના રોજ ઘટીને 89.92 થયો છે. કરન્સીમાં ઉતાર-ચઢાવ સામાન્ય વાત છે પરંતુ રુપિયામાં ડોલરના મુકાબલે જે રીતે નબળાઈ આવી છે. તે ઈનવેસ્ટર્સ, ગ્રાહકો અને રોકાણકારો માટે સારા સમાચાર નથી. આનાથી રોકાણકારોના રોકાણ પર મળતા વળતરમાં ઘટાડો થઈ શકે છે. આયાત ખર્ચમાં વધારો થવાથી કિંમતો વધી શકે છે. આયાત-આધારિત ક્ષેત્રો માટે માર્જિન ઘટશે. વિદેશમાં અભ્યાસ અને વિદેશ પ્રવાસનો ખર્ચ વધશે.
ડોલર સામે રૂપિયાનું નબળું પડવાથી તેની અસર રોકાણ પર પડશે. સ્ટોક માર્કેટના સેન્ટીમેટ પર આની અસર પડશે. કારણ કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાણ વધી શકે છે. બોન્ડ યીલ્ડ વધી શકે છે, પરંતુ નબળા રુપિયાથી રિયલ રિટર્ન ઘટી શકે છે. પુણેના ફાઈનેશિયલ મેન્ટોર કિંરાંગ ગાંધીએ કહ્યું કે, રુપિયામાં સતત નબળાઈના કારણે ટ્રેડ ડેફિસિટના મામલામાં અસંતુલન ઉભું થઈ શકે છે. આનાથી રોકાણકારોનો રસ સુરક્ષિત સંપત્તિમાં વધી શકે છે.
ટુ નોર્થ ફાઈન્સના ફાઉન્ડર લેફ્ટિનેટ કર્નલ રોચક બેનર્જીએ કહ્યું કે, રુપિયામાં નબળાઈની નેગિટિવ અસરથી બચવા માટે ઈન્ટરનેશનલ સ્ટોકસ્ કે પછી મ્યુચલ ફંડમાં રોકાણની સ્ટ્રેટજીનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ માટે ડોલરના મુકાબલે રુપિયો નબળો પડવાથી અમેરિકાની કંપનીઓના શેરમાંથી રિટર્ન વર્ષનું અંદાજે 2 થી 3 ટકા વધી જાય છે. ગાંધીનું કહેવું છે કે, રોકાણકારો તેમના પોર્ટફોલિયોના 10-20% વૈશ્વિક ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે.
તેમણે કહ્યું કે, ઈનવેસ્ટર્સ ખાસ કરીને અમેરિકી મ્યુચ્યુઅલ ફંડસ કે ઈન્ટરનેશનલ મ્યુચલ ફંડમાં રોકાણ કરી શકે છે. કારણ કે, આ ડોલરમાં મજબુતીની સ્થિતિમાં હેજિંગનું કામ કરે છે. સાથે ઈન્ડિયન આઈટી અને ફાર્મા કંપનીઓના શેરમાં રોકાણ કરી શકાય છે. રુપિયામાં નબળાઈથી ડોલરમાં આ કંપનીઓનું રેવન્યુ વધી જાય છે. કરન્સીની નબળાઈના વાતાવરણમાં રિયલ એસેટ્સ અને સોનામાં રોકાણ વધુ નફાકારક બને છે.
ગાંધીનું કહેવું છે કે, રોકાણકારો ગોલ્ડ ઈટીએફમાં પોર્ટફોલિયોના 5 થી 10 ટકા સુધીનું રોકાણ કરી શકે છે. સૉવરેન ગોલ્ડ બોન્ડમાં પણ રોકારણ કરી શકાય છે. ઈનફ્લેશન અને જિયોપૉલિટિકલ અનિશ્ચિતતાની સ્થિતિમાં આ બંન્ને વિકલ્પ સુરક્ષા આપે છે. ગ્લોબલ ઈવેન્ટના કારણે ભારત સહિત બીજા ઉભરતા દેશની કરન્સી પર દબાવ વધી જાય છે. બખ્શીએ કહ્યું કે, ઈનવેસ્ટર્સને નિશ્ચિત સમય પર પોતાના પોર્ટફોલિયોની રીબૈલેસિંગ પર ધ્યાન આપવું જોઈએ. 70-80 ટકા રોકાણ ઘરેલું એસેટ્સ અને 20 થી 30 ટકા રોકાણ ઈન્ટરનેશનલ એસેટ્સમાં કરી શકાય છે.