Rules Changing From 1 April 2022 : આજથી બદલાયેલા આ 8 નિયમ તમને સીધી અસર કરશે, જાણો ફેરફાર વિશે અહેવાલ દ્વારા

|

Apr 01, 2022 | 8:42 AM

દર મહિનાની જેમ આગામી મહિનાથી પણ દેશમાં ઘણા ફેરફારો થશે. આ ફેરફારોમાં PF, GST, પોસ્ટ ઓફિસ સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ, વાહનની કિંમતો, ગેસ સિલિન્ડર, દવાઓ અને ક્રિપ્ટોકરન્સી સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે તેથી આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

Rules Changing From 1 April 2022 : આજથી બદલાયેલા આ 8 નિયમ તમને સીધી અસર કરશે, જાણો ફેરફાર વિશે  અહેવાલ દ્વારા
Rules Changing From 1 April 2022

Follow us on

Rules Changing From 1 April 2022: આજે  1 એપ્રિલ 2022 થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર મહિનાની જેમ આગામી મહિનાથી પણ દેશમાં ઘણા ફેરફારો થશે. આ ફેરફારોમાં PF, GST, પોસ્ટ ઓફિસ સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ, વાહનની કિંમતો, ગેસ સિલિન્ડર, દવાઓ અને ક્રિપ્ટોકરન્સી સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે તેથી આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આજે 1લી એપ્રિલ 2022 છે અને આજથી નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો જોરદાર આંચકો લાગ્યો છે. પહેલી એપ્રિલે એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમતો(LPG Gas Cylinder) જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ તેમના વિશે.

PF  પર ટેક્સ લાગશે

1 એપ્રિલ, 2022થી પ્રોવિડન્ટ ફંડ (PF) સંબંધિત એક મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના નોટિફિકેશન અનુસાર ચોક્કસ મર્યાદાથી વધુ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ યોગદાન પરના વ્યાજ પર ટેક્સ લાગશે. નિયમો અનુસાર એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુ પીએફ યોગદાન કરપાત્ર હશે.

પોસ્ટ ઓફિસ યોજના નિયમો

નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે પણ મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS), સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ્સમાં રોકાણ સંબંધિત નિયમો બદલાવા જઈ રહ્યા છે. આજે 1 એપ્રિલથી આ સરકારી યોજનાઓમાં વ્યાજની રકમ રોકડમાં મળશે નહીં. આ માટે તમારે બચત ખાતું ખોલાવવું પડશે કારણ કે વ્યાજના પૈસા બચત ખાતામાં જ મળશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના નિયમો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંબંધિત નિયમો પણ બદલાશે. હવે તમે ચેક, બેંક ડ્રાફ્ટ અથવા અન્ય કોઈ ભૌતિક માધ્યમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ચૂકવણી કરી શકશો નહીં. મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન એગ્રિગેશન પોર્ટલ MF યુટિલિટીઝ 31 માર્ચ 2022 બાદ  ચેક, ડીડી વગેરે દ્વારા ચૂકવણીની સુવિધા બંધ કરીછે. તમે UPI અથવા નેટબેંકિંગ દ્વારા જ ચૂકવણી કરી શકશો.

વાહનોના ભાવ વધશે

ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે તેની કોમર્શિયલ વ્હીકલ રેન્જ માટે કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની કિંમતમાં 2 થી 2.5 ટકાનો વધારો કરવા જઈ રહી છે. નવી કિંમતો આજે  1લી એપ્રિલ 2022થી લાગુ થઇ છે. આ વધારો અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ પર આધારિત હશે. ધાતુના ભાવમાં વધારો તેમજ અન્ય કાચા માલની કિંમતમાં વધારો વાહનોના ભાવને અસર કરશે.

GST નો નવો નિયમ

GST હેઠળ ઈલેક્ટ્રોનિક ચલણ જારી કરવા માટેની ટર્નઓવર મર્યાદા અગાઉની નિયત મર્યાદાથી ઘટી ગઈ છે. 1 એપ્રિલ 2021થી પ્રભાવિત થઈને રૂ. 50 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B2B વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ જનરેટ કરી રહી હતી. હવે નવા નાણાકીય વર્ષથી રૂ. 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને આ દાયરામાં લાવવામાં આવી રહી છે.

ગેસ સિલિન્ડરની કિંમત બદલાઈ

દર મહિનાની જેમ એપ્રિલના પ્રથમ દિવસે પણ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 1 એપ્રિલના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દવાઓ મોંઘી થશે

સરકારે સુનિશ્ચિત દવાઓના ભાવ વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 1 એપ્રિલથી દેશમાં લગભગ 800 આવશ્યક દવાઓની કિંમતો વધવા જઈ રહી છે. તે લગભગ 10 ટકા વધી શકે છે. હાઈ બ્લડપ્રેશર, તાવ, હ્રદયરોગ, ચામડીના રોગો વગેરેની સારવારમાં વપરાતી દવાઓ મોંઘવારીમાં ફટકો પડશે.

ક્રિપ્ટોકરન્સીના નિયમો

ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે. દરમિયાન દેશમાં આજથી ક્રિપ્ટો પરના ટેક્સમાં ફેરફાર થશે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અથવા ક્રિપ્ટો એસેટ પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી.

 

 

આ પણ વાંચો :મોંઘવારી બગાડી શકે છે તમારા રસોડાનું બજેટ, સરકાર નેચરલ ગેસના ભાવ બમણા કરે તો આંચકો ન અનુભવતા

 

આ પણ વાંચો : અહીં રોકાણકારોના પૈસા માત્ર 50 દિવસમાં થયા ડબલ, જાણો કઈ રીતે રોકાણકારો થયા માલામાલ

Next Article