Rules changed for LIC: એલઆઇસી ગ્રાહક કામ માટે ઓફિસે જતા પહેલા જાણી લો આ બદલાવ, નહીતો પડશે ધક્કો

|

Apr 16, 2021 | 10:24 AM

Rules changed for LIC: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICએ તેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.

Rules changed for LIC:  એલઆઇસી ગ્રાહક કામ માટે ઓફિસે જતા પહેલા જાણી લો આ બદલાવ, નહીતો પડશે ધક્કો
LIC

Follow us on

Rules changed for LIC: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICએ તેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે હવે LIC માટે દર શનિવારે જાહેર રજા ગણવામાં આવશે. એટલે કે, દરેક શનિવારે એલઆઈસી (Public Holiday every saturday for LIC)માટે રજા રહેશે. સરકારે આ ફેરફાર નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 ની કલમ 25 હેઠળ મળેલી પાવરના આધારે કર્યો છે.

આનો અર્થ એ કે જો તમારે એલ.આઈ.સી. ઓફિસ જવું હોય અને થોડું કામ કરવુ હોય તો તમારે ફક્ત સોમવાર અને શુક્રવારની વચ્ચે જ જવું પડશે કારણ કે શનિવાર અને રવિવારની રજા હશે.અઠવાડિયામાં બે દિવસ હવે ઓફિસ બંધ રહેશે. જો તમે પણ LICના ગ્રાહક છો અને એલઆઈસીની ઓફિસમાં જઈને થોડુંક કામ કરાવવા માંગતા હો તો બદલાવ પ્રમાણે તમારે તમારું પ્લાનિંગ કરવું પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

LIC કર્મચારીઓની 1 ઓગસ્ટ, 2017 થી વેતન સુધારણા બાકી છે. LICના કર્મચારીઓ માટે વેતન સુધારણાની માંગ વચ્ચે અઠવાડિયામાં વધારાની રજા કોઈ સારા સમાચારથી ઓછી નથી. યુનિયનના નેતાએ કહ્યું કે LICના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વેજ રિવીઝન આટલું લાંબું ચાલ્યું છે. યુનિયનના નેતાઓ સાથે બેઠક બાદ મેનેજમેન્ટની અંતિમ દરખાસ્ત સરકારને મોકલવામાં આવશે અને નાણાં મંત્રાલય જાહેરનામું બહાર પાડતા પહેલા ફેરફાર કરી શકે છે.

Published On - 10:23 am, Fri, 16 April 21

Next Article