RTGS : આજે બપોરે બે વાગ્યા સુધી બેંક તરફથી આ સેવાઓ મળશે નહીં, જાણો શું છે કારણ

|

Apr 18, 2021 | 9:29 AM

નેટ બેન્કિંગ અથવા બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાંઝેક્શન કરનારાઓ માટે એક અગત્યના સમાચાર છે. આજે બાપરે ૨ વાગ્યા સુધી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ(RTGS) બંધ રહેશે

RTGS : આજે  બપોરે  બે વાગ્યા સુધી બેંક તરફથી આ સેવાઓ મળશે નહીં, જાણો શું છે કારણ
આજે બપોરે 2 વાગ્યા સુધી RTGS સેવા બંધ રહેશે

Follow us on

નેટ બેન્કિંગ અથવા બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાંઝેક્શન કરનારાઓ માટે એક અગત્યના સમાચાર છે. આજે બાપરે ૨ વાગ્યા સુધી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ(RTGS) બંધ રહેશે. તકનીકી સુધારણા અને આરટીજીએસના વ્યવહારમાં સરળતા માટે આમ કરવામાં આવી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ પહેલાથી જ લોકોને જાણ કરી દીધી હતી કે શનિવારે મધ્યરાત્રિથી આરટીજીએસ સેવા 14 કલાક સુધી મળશે નહીં.

આરટીજીએસનો ઉપયોગ બે લાખથી વધુ રકમ મોકલવા માટે થાય છે. જો કે, આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકો 2 લાખ રૂપિયા સુધીની લેવડદેવડ માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) નો ઉપયોગ કરી શકે છે. આ સેવા પહેલાની જેમ કાર્યરત રહેશે.

ગયા વર્ષથી 24 કલાક RTGS સુવિધા આપવામાં આવી હતી
RBIએ ગત વર્ષે ડિસેમ્બરમાં સાત દિવસમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) 24 કલાક ઉપલબ્ધ કરાવી હતી. અગાઉ આ સુવિધા બેંકના સમય દરમિયાન ઉપલબ્ધ હતી. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. આરટીજીએસ 26 માર્ચ 2006 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે RTGS
RTGS સિસ્ટમ્સનો ઉપયોગ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે થાય છે. દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે જુલાઈ, 2019 થી NEFT અને RTGS દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું બંધ કરી દીધું છે.

બે લાખ સુધીવ્યવહાર NEFT દ્વારા કરી શકાશે
NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીના વ્યવહારમાં થાય છે. આરટીજીએસ દ્વારા તેનાથી આગળના વ્યવહારો કરવામાં આવે છે. આરટીજીએસ દ્વારા 2 લાખથી ઓછી રકમનું ટ્રાન્સફર કરવામાં આવતું નથી. આનાથી પણ મહત્વનું એ છે કે ટ્રાન્સફર પર કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નથી.

Published On - 9:28 am, Sun, 18 April 21

Next Article