નિષ્ક્રિય EPF ખાતાઓમાં બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા, સરકારે સંસદમાં આપી માહિતી

|

Apr 07, 2022 | 3:27 PM

EPF: કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 મુજબ કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. યાદવે કહ્યું કે આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021ના રોજ આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

નિષ્ક્રિય EPF ખાતાઓમાં બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા, સરકારે સંસદમાં આપી માહિતી
File Image

Follow us on

સરકારે સંસદમાં જણાવ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય ખાતાઓમાં (Inactive Accounts) કુલ 3930.85 કરોડ રૂપિયા જમા છે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં કોઈ દાવા વગરની થાપણ નથી. કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 મુજબ કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. યાદવે કહ્યું કે આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021ના રોજ આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

18 લાખથી વધારે રજિસ્ટર્ડ કંપનીઓ

તેમણે કહ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે વિવિધ શ્રેણીઓમાં નોંધાયેલી કુલ કંપનીઓની સંખ્યા 18,62,128 છે. આ સાથે તેમણે જણાવ્યું કે 1 ઓક્ટોબર 2020 પછી આ સંસ્થાઓ દ્વારા 1,44,82,359 નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ રજિસ્ટર્ડ સંસ્થાઓ (2,97,684) છે, જ્યારે દિલ્હીમાં 1,14,151, ગુજરાતમાં 1,37,686, તમિલનાડુમાં 1,67,390 અને ઉત્તર પ્રદેશમાં 1,47,790 EPFO ​​સાથે નોંધાયેલા છે.

પ્રોવિડન્ટ ફંડ પર ઘટ્યુ વ્યાજ

જણાવી દઈએ કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને (EPFO) તાજેતરમાં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો છે. આ 40 વર્ષનું સૌથી નીચું સ્તર છે. નાણાકીય વર્ષ 2021-22માં પીએફ માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2020-21માં 8.5 ટકા હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તમને જણાવી દઈએ કે જો કોઈ કંપનીમાં 20થી વધુ કર્મચારીઓ કામ કરે છે તો પીએફ એપ્લાય કરવું જરૂરી છે. પ્રોવિડન્ટ ફંડની મદદથી કર્મચારીનું ભવિષ્ય સુરક્ષિત છે. EPFO શ્રમ મંત્રાલય હેઠળ આવે છે.

ક્યારે બંધ થાય છે EPF એકાઉન્ટ?

જો તમે નોકરી કરો છો અને કંપની EPFO ​​એક્ટ હેઠળ નોંધાયેલ છે તો તમારા પગારમાંથી દર મહિને પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જો તમે જે કંપનીમાં કામ કરો છો, જો તે બંધ હોય અને તમે તમારા પીએફ ખાતાના પૈસા નવી કંપનીમાં ટ્રાન્સફર ન કરો અથવા પૈસા ઉપાડો નહીં, તો ખાતું બંધ થઈ જાય છે. જો કે 3 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય તો આ માટે કાર્યવાહી કરવામાં આવે છે. જો 36 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી તો તમારું EPF એકાઉન્ટ નિષ્ક્રિય શ્રેણીમાં મૂકવામાં આવે છે. નિષ્ક્રિય ખાતા પર વ્યાજ જમા થાય છે.

આ પણ વાંચો: ડોક્ટરોની હડતાલ સમેટાય તેવા સંકેત, આરોગ્યમંત્રીએ કહ્યું ગણતરીની કલાકોમાં સુખદ અંત આવશે

આ પણ વાંચો: Parliament Budget Session 2022: લોકસભામાં 129 ટકા પ્રોડક્ટિવિટી, 13 બિલ થયા પસાર: ઓમ બિરલા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article