શુક્રવારના કારોબારી સત્રમાં Reliance Industries (RIL)ના શેરમાં 4 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વેલ્થમાં 3.7 અરબ ડૉલરનો વધારો જોવા મળ્યો છે. આજે પણ બજાર ખુલ્યું ત્યારે RIL નો શેર ૧ ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સનો શેર આજે 2400 રૂપિયાને પાર પહોંચ્યો છે. શેરનો શુક્રવારનો બંધ ભાવ 2,388.50 રૂપિયા હતો.
શુક્રવારે RILના શેરમાં આવ્યા આ મજબૂત ઉછાળાને કારણે મુકેશ અંબાણીની નેટવર્થ 92.60 અરબ ડૉલર પર પહોંચી ગઈ છે. જોકે તે વૉરેન બફેટ (Warren Buffett)ના 102 અરબ ડૉલરથી ઘણું પાછળ છે. આ જાણકારી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પર આધારિત છે. RIL ના ચેરમેન પછી તેમના સૌથી નજીકના હરીફ લૉરિયલ ના ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ (Francoise Bettencourt Meyers) છે જેમની નેટર્વક 92.9 અરબ ડૉલર છે.
શુક્રવારના કારોબારમાં RILના શેરમાં 4.15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે મુકેશ અંબાણીએ સસ્તા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન બમણું કરવાની જાહેરાત કરી હતી. આ સાથે અંબાણીની રિલાયન્સ જિયો પણ ભારતીય બજારમાં મુખ્ય ટેલિકૉમ પ્લેયર બની ગઈ છે.
ભારતી એરટેલે તેના ARPU 200 રૂપિયા પ્રતિ ગ્રાહક કરવાની જાહેરાત કર્યા પછી ભારતીય બજારોએ આ અનુમાન લગાવ્યું છે કે રિલાયન્સ જિયોની ARPU પણ 160-170 રૂપિયાની આસપાસ છે. તેના કારણે રિલાયન્સ જિયોનું વેલ્યુએશન વધ્યું છે.
Facebook Inc જેવા રોકાણકારોના રોકાણને કારણે મુકેશ અંબાણી ભારતની ડિજિટલ સ્પેસના એક મોટા ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે. આ સિવાય સાઉદી અરામકો પણ RILના પેટ્રોકેમિકલ કારોબારમાં પણ મોટા રોકાણની તૈયારી કરી રહી છે. આ તમામ ગતિવિધિયોને કારણે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો જોવા મળ્યો હતો. ગઇકાલે આ શેર 15.60 રૂપિયાના અપસાઇટ ગેપની સાથે 2310 પર ખુલ્યા બાદ 2,395 રૂપિયાના તેના લાઇફ ટાઇમ હાઇ સુધી ગયો છે.
રિલાયન્સ(Reliance) હાલમાં ઓલટાઇમ હાઇ પર છે
રિલાયન્સનો સ્ટોક હાલમાં નવા રેકોર્ડ પર 2400 ની ઉપર છે. જસ્ટ ડાયલ પછી કંપનીએ Strand Life Sciences ને 393 કરોડમાં હસ્તગત કરી છે. આવી સ્થિતિમાં આ સ્ટોકમાં વધારો થવાની શક્યતા છે. હાલમાં શેર 2,413.00 ની તેની સર્વોચ્ચ સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારની ગ્રીન ઝોનમાં શરૂઆત
માત્ર ત્રણ દિવસમાં 57000 થી 58000 નું સ્તર બતાવનાર શેરબજાર આજે મજબૂત શરૂઆત સાથે કારોબાર કરી રહ્યો છે. શેરબજારનો આ મુખ્ય ઇન્ડેક્સ આજે 58500 નજીક કારોબાર કરી રહ્યો છે. નિષ્ણાંતો હજુ બજારની ગતિ યથાવત રહે તેવા અનુમાન દર્શાવી રહ્યા છે.
આ પણ વાંચો : ખુશખબર ! સરકાર દિવાળી પહેલા 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરશે, આ રીતે કરો બેલેન્સ ચેક
આ પણ વાંચો : સરકારની ડ્રોન પોલિસીએ આ શેરને પાંખો લગાડી , એક સપ્તાહમાં 50% વૃદ્ધિ નોંધાવનાર આ ડિફેન્સ સ્ટોક આપના પોર્ટફોલિયોમાં છે?