RIL Q3 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries) ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 18,549 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો(Profit) કર્યો છે. કંપનીના ચોખ્ખા નફામાં 41.5%નો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો(Jio) ચોખ્ખો નફો 3,615 કરોડ રૂપિયા રહ્યો. તે જ સમયે, કંપનીની ત્રીજા ક્વાર્ટરમાં 19,347 કરોડ રૂપિયાની આવક થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીમાંથી એકીકૃત આવક ત્રિમાસિકમાં 54.25 ટકા વધીને 1,91,271 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 1,23,997 કરોડ રૂપિયા હતી. કંપનીનો ચોખ્ખો નફો માર્જિન 9.8 ટકા રહ્યો છે. તેની સરખામણીમાં કંપનીનો ચોખ્ખો નફો માર્જિન સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.1 ટકા અને એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 10.8 ટકા હતો.
કંપનીના જણાવ્યા અનુસાર ત્રીજા ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં વધારો થવાનું કારણ ઓઇલ, રિટેલ અને ટેલિકોમ સેક્ટરનું સારું પ્રદર્શન છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 18,549 કરોડ રૂપિયા હતો. તેની તુલનામાં એક વર્ષ અગાઉ તે 13,101 કરોડ રૂપિયા હતો. કામગીરીમાંથી કંપનીની આવક 1.28 લાખ કરોડ રૂપિયાથી વધીને 1.91 લાખ કરોડ રૂપિયા થઈ છે.
કંપનીએ કહ્યું કે 31 ડિસેમ્બર, 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન જૂથની કામગીરી પર કોઈ મોટી અસર થઈ નથી. ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 29.9 ટકા વધીને 33,886 કરોડ રૂપિયા થયો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામોની જાહેરાત પહેલા, કંપનીનો શેર NSE પર ફ્લેટ 2,476 કરોડ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 18.26 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સનો એકીકૃત નફો 8.9 ટકા વધીને 3,795 કરોડ રૂપિયા થયો છે. સેગમેન્ટ માટે કંપનીની કુલ આવક 13.8 ટકા વધીને 24,176 કરોડ રૂપિયા થઈ છે. આ સેગમેન્ટ માટે તેનો Ebitda 18 ટકા વધીને 10,008 કરોડ રૂપિયા થયો છે.
જ્યારે તેનો રોકડ નફો 14.7 ટકા વધીને 8,747 કરોડ રૂપિયા થયો છે. ક્વાર્ટરમાં Jioમાં કુલ 1.02 કરોડ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા છે. Jioના કુલ સબ્સ્ક્રાઇબર્સ હાલમાં 42.1 કરોડ છે.