RIL : Mukesh Ambani ની કંપનીએ સર્જ્યો ઈતિહાસ, જાણો Reliance એ રોકાણકારોને કેટલા કર્યા માલામાલ

જો આપણે રોકાણકારોના દૃષ્ટિકોણથી કમાણીની વાત કરીએ તો રિલાયન્સના શેરમાં 44 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જો કોઈની પાસે રિલાયન્સના 100 શેર તો રોકાણકારોએ એકજ દિવસમાં 4400 રૂપિયાનો નફો કર્યો છે.

સમાચાર સાંભળો
RIL : Mukesh Ambani ની કંપનીએ સર્જ્યો ઈતિહાસ, જાણો Reliance એ રોકાણકારોને કેટલા કર્યા માલામાલ
Mukesh Ambani - Chairman , Reliance
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:19 AM

શેરબજારની જબરદસ્ત તેજી વચ્ચે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈતિહાસ રચીને શેરબજારમાં રૂ 16 લાખ કરોડની માર્કેટ કેપનો પડાવ પસાર કર્યો છે. અત્યાર સુધી કોઈ પણ કંપનીએ આ આંકડાને હાંસલ કરી શકી નથી. બીજી તરફ રતન ટાટાની ટીસીએસ અને રિલાયન્સ વચ્ચેનું અંતર લગભગ બે લાખ કરોડ રૂપિયા છે. જો આપણે રોકાણકારોના દૃષ્ટિકોણથી કમાણીની વાત કરીએ તો રિલાયન્સના શેરમાં 44 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જો કોઈની પાસે રિલાયન્સના 100 શેર તો રોકાણકારોએ એકજ દિવસમાં 4400 રૂપિયાનો નફો કર્યો છે.

રેકોર્ડ સ્તરે પહોચ્યો રિલાયન્સનો શેર
આજે રિલાયન્સનું માર્કેટ કેપ 16 લાખ કરોડને પાર કરી ગયું છે. ખાસ વાત એ છે કે થોડા અઠવાડિયા પહેલા જ કંપનીએ 15 લાખ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ત્યારથી કંપનીના શેરમાં સતત વધારો થયો છે. નિષ્ણાતોના મતે આ વર્ષે કંપનીના શેરમાં વધારો થવાને કારણે કંપનીનું માર્કેટ કેપ વર્ષના અંત સુધીમાં 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

રિલાયન્સના શેર ઓલ ટાઈમ હાઈ નોંધાયો
આજે રિલાયન્સનો સ્ટોક ઓલટાઇમ હાઈ પહોંચ્યો હતો. આજે કંપનીનો શેર રૂ 2527 પર બંધ થયો હતો. જ્યારે કંપનીના શેર 1.70 ટકા અથવા રૂ. 44 વધ્યા હતા. તે જ સમયે ટ્રેડિંગ સત્ર દરમિયાન કંપનીનો શેર રૂ 2529 સાથે ઓલટાઇમ પહોંચ્યો હતો . ઉલ્લેખનીય છે કે આજે કંપનીનો શેર રૂ 2487 પર ખુલ્યો હતો.

રોકાણકારો માલામાલ થયા
સપ્ટેમ્બર મહિનામાં કંપનીના શેરમાં લગભગ 13 ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન કંપનીના રોકાણકારોએ 13 ટકાનો નફો કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કંપનીના શેરમાં 287 રૂપિયાનો વધારો થયો છે. જો કોઈ રોકાણકાર પાસે કંપનીના 1000 શેર હોય, તો તેમની કિંમતમાં 2.87 લાખ રૂપિયાનો વધારો થયો હશે.

શેરધારકોને સૌથી વધુ રિટર્ન આપનાર બીજા ક્રમની કંપની
શેરબજાર હાલમાં સર્વોચ્ચ સ્તરે છે અને તેના કારણે તમામ કંપનીઓના વેલ્યુએશનમાં નોંધપાત્ર વધારો થયો છે. બજારની આ તેજીમાં રિલાયન્સ અને ટાટા ગ્રુપની કંપનીઓનો મોટો ફાળો રહ્યો છે. શેરબજારની ઝડપી વૃદ્ધિથી માત્ર કંપનીઓને જ ફાયદો થયો નથી પરંતુ તેના શેરધારકો અને રોકાણકારો પણ સમૃદ્ધ બન્યા છે.એક મીડિયા રિપોર્ટ મુજબ ટાટા ગ્રુપે તેના શેરધારકોને સૌથી વધુ રિટર્ન આપ્યું છે . રોકાણકારોને માલામાલ બનાવવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીજા ક્રમે છે.

આ પણ વાંચો : તમારી રસોઈમાં વપરાયેલું Cooking Oil અસલી છે કે ભેળસેળયુક્ત? FSSAI ની આ રીત 2 મિનિટમાં નકલી તેલની પોલ ખોલી નાંખશે

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત

Published On - 8:18 am, Tue, 28 September 21