રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani) 28 ઓગસ્ટના રોજ 46મી એજીએમમાંથી (RIL AGM 2023) જણાવ્યું હતું કે, જિયો ફાઇનાન્સિયલ સર્વિસ (Jio Financial Services) લાઇફ, જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
વાર્ષિક સામાન્ય સભામાં બોલતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સીમલેસ ડિજિટલ ઈન્ટરફેસ દ્વારા સરળ છતા સ્માર્ટ જીવન વીમા, સામાન્ય વીમા અને આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરશે. સાથે જ સંભવિતપણે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારી કરશે. કંપની ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC) તેમજ HDFC Life, ICICI પ્રુડેન્શિયલ વગેરે અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે.
Jio ફાયનાન્સિયલ સર્વિસને દેશની ટોપ-5 નાણાકીય કંપનીઓમાં સામેલ કરવામાં આવી છે. કંપની ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે કન્સેપ્ટ-આધારિત વીમા પ્રોડક્ટ્સ વિકસાવશે, જે ગ્રાહકના ફાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. જિયો ફાઇનાન્સિયલ સર્વિસને 21 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં અલગ એન્ટિટી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. આજની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત બાદ જુદી-જુદી વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ શું રહ્યા તે જોઈએ.
કંપની | બંધ ભાવ | ફેરફાર |
LIC India | 655.25 | 1.06% |
HDFC Life | 627.00 | -0.19% |
SBI Life Ins. | 1,290.85 | -0.31% |
ICICI Prudential | 547.55 | -0.19% |
ICICI LOMBARD | 1,323.35 | -0.16% |
THE NEW INDIA ASSURANCE | 130.60 | 1.71% |
GIC OF INDIA | 218.00 | 0.74% |
સૌથી પહેલા વાત કરીએ ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા એટલે કે LIC ની તો આજે શેરનો ભાવ 655.25 પર બંધ થયો હતો અને તેમાં 1.06 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો. HDFC Life 0.19 ટકાના સામાન્ય ઘટાડા સાથે 627 રૂપિયા પર બંધ થયો હતો. તેવી જ રીતે SBI Life Ins. પણ ફ્લેટ કહી શકાય તેવા ઘટાડા સાથે 1290.85 પર બંંધ થયો હતો. ઓવરઓલ વાત કરીએ તો આજે ઈન્સ્યોરન્સ સેક્ટરની કંપનીઓના શેરના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે.