ફરી પાટે ચડી રહી છે અર્થતંત્રની ગાડી, ઓક્ટોબરમાં રીટેલ સેલ્સમાં આવ્યો 34 ટકાનો ઉછાળો

|

Nov 12, 2021 | 10:58 PM

Retail sales in October: ઓક્ટોબર મહિનામાં તહેવારોની સિઝન ચાલી રહી હતી. આવી સ્થિતિમાં, રિટેલ સેલ્સની વાસ્તવિક સ્થિતિ વિશે જાણવા માટે ઓક્ટોબર અને નવેમ્બરના ડેટા મહત્વપૂર્ણ છે.

ફરી પાટે ચડી રહી છે અર્થતંત્રની ગાડી, ઓક્ટોબરમાં રીટેલ સેલ્સમાં આવ્યો 34 ટકાનો ઉછાળો
Retail sales in October rose by 34 percent yearly

Follow us on

દેશના અર્થવ્યવસ્થામાં સતત સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં છૂટક વેચાણમાં 34 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ માહિતી રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા એટલે કે RAI દ્વારા આપવામાં આવી છે. RAIની માહિતી અનુસાર, જો ઓક્ટોબર 2019 સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે ઓક્ટોબર મહિનામાં માત્ર 14 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આમાં 34 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક રીપોર્ટ અનુસાર ઓક્ટોબર મહિનામાં તહેવારોની સિઝન ચાલી રહી હતી. આવી સ્થિતિમાં, રિટેલ સેલ્સની વાસ્તવિક સ્થિતિ વિશે જાણવા માટે ઓક્ટોબર અને નવેમ્બરના ડેટા મહત્વપૂર્ણ છે.

આવી સ્થિતિમાં બજાર અને માંગનું યોગ્ય મૂલ્યાંકન નવેમ્બરના ડેટા પછી જ થશે. જો કે, અત્યાર સુધીના તમામ સૂચકાંકો સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.

પશ્ચિમ ભારતમાં વેચાણમાં સૌથી મોટો ઉછાળો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભારતના વિવિધ પ્રદેશોની વાત કરીએ તો, પશ્ચિમ ભારતમાં છૂટક વેચાણમાં 23 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ કોરોનાના અગાઉના સ્તરની સરખામણીમાં છે. તે પછી, પૂર્વ ભારતમાં વિકાસ દર 13 ટકા અને ઉત્તર અને દક્ષિણ ભારતમાં 10-10 ટકા રહ્યો છે.

જ્વેલરી સેગમેન્ટમાં સૌથી વધુ ઉછાળો

સેલ્સમાં જ્વેલરી સેગમેન્ટમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. આ સેગમેન્ટમાં 24 ટકાનો ઉછાળો આવ્યો. એપેરલ સેગમેન્ટમાં 6 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગ્રોસરી અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટમાં 31 ટકા અને 29 ટકાનો વધારો નોંધાયો છે.

આઈઆઈપીમાં આવ્યો 3.1 ટકાનો ઉછાળો

આ તરફ સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) એ 3.1 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ માહિતી NSO દ્વારા શેર કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2020માં IIP 1 ટકા હતો. વર્તમાન નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો, એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે, પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક  23.5 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છ મહિનામાં માઈનસ 20.8 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો :  1, 2, 5, 10, 20 ના જ નહી, 75, 150, 250ના સિક્કા પણ બનાવે છે RBI ! તમારે જોઈએ છે ? તો મળશે આ રીતે

Next Article