
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) આજે મળી છે. બપોરે 2 વાગ્યે દેશના દિગ્ગ્જ કારોબારી મુકેશ અંબાણી (Mukesh Ambani)દ્વારાસંબોધન કરાયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries Ltd)ના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની આ 45મી બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી છે. રિલાયન્સના રોકાણકારો, કોર્પોરેટ જગત અને શેરબજારની નજર આ બેઠક પર ટકેલી છે. જાણકારોનું અનુમાન અગાઉથી કે હતું કે ચેરમેન મુકેશ અંબાણી આ બેઠકમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આ કારણોસર રોકાણકારો નજર રાખીને બેઠા હતા. વર્ષ 2021 એટલે કે ગયા વર્ષે કંપનીએ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશવાની મોટી જાહેરાત કરી હતી જ્યારે 2022માં ગૂગલ દ્વારા કંપનીમાં રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ એજીએમ વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હોવાથી કંપનીએ તેને લગભગ દરેક પ્લેટફોર્મ પર બતાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સોસીયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર જોઈ શકાશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં જણાવ્યું હતું કે, “ડિજિટલ પ્લેટફોર્મ વિશ્વભરના શેરધારકોને મોટી સંખ્યામાં AGMમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે. જો કે, હું અમારી અંગત વાતચીતની હૂંફ અને સૌમ્યતાની ગેરહાજરી અનુભવી રહ્યો છું. હું ક આશા રાખું છું કે આવતા વર્ષે, અમે હાઇબ્રિડ મોડ પર સ્વિચ કરી શકીશું, જે ફિઝિકલ અને ડિજિટલ બંને મોડને શ્રેષ્ઠ રીતે જોડશે.”
ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, “રિલાયન્સે રોજગાર સર્જનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીના તમામ પ્રકારના વ્યવસાયોમાં 2.32 લાખ નોકરીઓ આપવામાં આવી છે. રિલાયન્સ રિટેલ હવે ભારતમાં સૌથી મોટી જોબ ક્રિએટર છે.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારી કંપની વાર્ષિક આવકમાં 100 બિલિયન ડોલરને પાર કરનાર ભારતમાં પ્રથમ કોર્પોરેટ બની છે. રિલાયન્સની કોન્સોલિડેટેડ આવક 47% વધીને રૂ. 7.93 લાખ કરોડ અથવા 104.6 બિલિયન ડોલર થઈ છે. રિલાયન્સનું વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 1.25 લાખ કરોડના નિર્ણાયક માઈલસ્ટોનને પાર કરી ગયું છે.”
અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે દિવાળીથી 5G સેવા શરૂ થશે. મુકેશ અંબાણીએ કહ્યું કે Jio 5G 10 કરોડથી વધુ ઘરોને “અનોખા ડિજિટલ અનુભવો અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ” સાથે જોડશે. “અમે લાખો નાના વેપારીઓ અને નાના વ્યવસાયોને ક્લાઉડમાંથી વિતરિત કરવામાં આવતા અત્યાધુનિક, પ્લગ-એન્ડ-પ્લે સોલ્યુશન્સ સાથે સશક્ત બનાવીને ઊંચાઈઓ પર લઈ જઈશું.”
Published On - 2:09 pm, Mon, 29 August 22