15 ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની થઈ રહી છે તૈયારી

|

Nov 26, 2021 | 7:11 PM

હાલમાં એર બબલ સેવા હેઠળ 31 દેશો સાથે એર બબલ કરાર છે. સરકાર એવા દેશો સાથે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે જ્યાં કોરોના નિયંત્રણમાં છે.

15 ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની થઈ રહી છે તૈયારી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કેટલાક દેશોમાં કોરોનાના નવા પ્રકારો ( New variants Of  Corona) મળી આવ્યા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. યુરોપના ઘણા દેશોમાં લોકડાઉન (Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, સરકાર 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ (international flights) ની સેવા શરૂ કરી શકે છે. જો કે, જે દેશોમાં કોરોના વાયરસ (corona virus) ફેલાવાનું જોખમ હોય ત્યાંથી નિયમિત ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં.

એક મીડીયાના અહેવાલ મુજબ 14 દેશો સાથે એર બબલ સર્વિસ ચાલુ રહેશે. જો કે આ દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દેશોમાં યુરોપિયન યુનિયન ઉપરાંત કેટલાક અન્ય દેશો પણ સામેલ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

કોરોના મહામારીના આગમન પછી, માર્ચ 2020 થી નિયમિત ફ્લાઇટ સેવા પર રોક લાગી  છે. પ્રથમ લોકડાઉન પછી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા એર બબલ તરીકે શરૂ થઈ. અત્યારે પણ આ જ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સેવા ચાલુ છે.

31 દેશો સાથે એર બબલ સેવા

હાલમાં એર બબલ સેવા હેઠળ 31 દેશો સાથે એર બબલ કરાર છે.  પીક ટ્રાવેલ ડેઝમાં  આ દિવસો દરમિયાન એર ટિકિટો પ્રી-પેન્ડિક લેવલ કરતાં વધુ મોંઘી બની જાય છે. આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર હવાઈ મુસાફરી ઘણી મોંઘી થઈ ગઈ છે. પ્રવાસન ઉદ્યોગના પ્રતિનિધિઓ સતત સરકારને એવા દેશો સાથે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે કહી રહ્યા છે જ્યાં કોરોના નિયંત્રણમાં છે. તેમનું કહેવું છે કે જે દેશોમાં ભારતીય રસીકરણ કાર્યક્રમ એટલે કે ભારતીય રસી મંજૂર કરવામાં આવી છે ત્યાં નિયમિત ફ્લાઇટ સેવા શરૂ કરવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત

હાલમાં, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત છે. પરંતુ ભવિષ્ય માટે પણ પરિસ્થિતિ સ્પષ્ટ નથી. કેટલાક દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે, આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સામાન્ય થઈ શકશે કે નહીં, તે નક્કી નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓના સામાન્યકરણના સંદર્ભમાં “પ્રક્રિયા આકારણી” કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  26/11ના હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારીને તેડાવ્યા

Published On - 5:38 pm, Fri, 26 November 21

Next Article