RBIની વધુ એક સહકારી બેંક પર મોટી કાર્યવાહી, ફટકાર્યો 11 લાખ રૂપિયાનો દંડ, જાણો ગ્રાહકો પર શું થશે અસર

|

Sep 27, 2021 | 9:28 PM

આરબીઆઈએ કહ્યું કે નાબાર્ડે 31 માર્ચ, 2019ના રોજ તેની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં બેંકનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું અને તેના અહેવાલમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 56 સાથે કલમ 23નું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. RBIની પરવાનગી લીધા વગર બેંકે શાખાઓ ખોલી હતી.

RBIની વધુ એક સહકારી બેંક પર મોટી કાર્યવાહી, ફટકાર્યો 11 લાખ રૂપિયાનો દંડ, જાણો ગ્રાહકો પર શું થશે અસર
આરબીઆઈની વધુ એક બેંક પર મોટી કીર્યવાહી

Follow us on

ભારતીય રિઝર્વ બેન્કે (RBI) સોમવારે ધ જમ્મુ અને કાશ્મીર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, શ્રીનગર (The Jammu & Kashmir State Co-operative Bank Limited) પર નિયમનકારી પાલનની ખામીઓ બદલ 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે નાબાર્ડે 31 માર્ચ, 2019ના રોજ તેની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં બેંકનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું અને તેના અહેવાલમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 56 સાથે વાંચેલ કલમ 23નું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. કારણ કે બેન્કે RBIની પરવાનગી લીધા વગર શાખાઓ ખોલી હતી. કેન્દ્રીય બેંકે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

એક નિવેદનમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે “નિયમોના પાલનમાં થયેલી ખામીઓના આધારે બેંકને નોટિસ પાઠવી હતી. જેમાં કારણ દર્શાવવાની સલાહ આપવામાં આવી હતી આ નિર્દેશોના ઉલ્લંઘન માટે શા માટે દંડ ન લગાવવો જોઈએ.” બેંકે કહ્યું કે આ દંડ “બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56 સાથે કલમ 47A (1) (c)ની જોગવાઈઓ હેઠળ RBIમાં રહેલી સત્તાઓનો ઉપયોગ કરીને દંડ લાદવામાં આવ્યો છે.”

 

ગ્રાહકોને અસર નહીં કરે

બેંકના જવાબ પર વિચાર કર્યા બાદ આરબીઆઈએ કહ્યું કે તે આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમોના ઉલ્લંઘનનો આરોપ સાબિત થયા છે અને તે માટે નાણાકીય દંડ લગાવવો જરૂરી બને છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે લગાવવામાં આવેલો નાણાકીય દંડ નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેંક દ્વારા કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારને અસર કરવાનો નથી.

 

આરબીઆઈએ આ પહેલા પણ કરી છે કાર્યવાહી 

આ પહેલા પણ રિઝર્વ બેંકે ઘણી સહકારી બેંકો સામે કાર્યવાહી કરી છે. ગયા અઠવાડિયે RBIએ મુંબઈ સ્થિત અપના સહકારી બેંક લિમિટેડ પર 79 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આવકની માન્યતા, પ્રોવિઝનિંગ અને અન્ય સંબંધિત બાબતો (આઈઆરએસી નિયમો), થાપણો પર વ્યાજ દર અને ડિપોઝિટ ખાતાની જાળવણી પર આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે.

 

રિઝર્વ બેંકે 15 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશની જિલ્લા સહકારી સેન્ટ્રલ બેંક મર્યાદિત પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બેન્કે નો યોર કસ્ટમર (KYC) નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે આ દંડ લાદવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : Stock Update : શેરબજારની જબરદસ્ત તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

 

Next Article